ફિનલેન્ડની સાન્ના મરીન 34 વર્ષની ઉંમરે બની વિશ્વની સૌથી નાની વયની વડાપ્રધાન

સાન્ના મરિને(Sanna Marin) 27 વર્ષની વયે ફિનલેન્ડના(Finland) રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે તે તેના હોમટાઉન ટેમ્પરમાં(Tempere) તે સિટી કાન્સિલની હેડ બની હતી. તે એવા સમયે વડાપ્રધાન પદનો ચાર્જ સંભાળવા જઈ રહી છે જ્યારે ફિનલેન્ડમાં મોટી કંપનીઓ હડતાળ પર છે અને સોમવારથી ઉત્પાદન બંધ કરવાની છે
 

ફિનલેન્ડની સાન્ના મરીન 34 વર્ષની ઉંમરે બની વિશ્વની સૌથી નાની વયની વડાપ્રધાન

હેલસિન્કીઃ ફિનલેન્ડની(Finland) પરિવહન મંત્રી સાન્ના મરીન(Sanna Marin)ને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીએ રવિવારે પાર્ટીના વડા તરીકે ચૂંટી કાઢી હતી. આ સાથે જ સાન્ના મરીન(Sanna Marin) 34 વર્ષની ઉંમરે દુનિયાની સૌથી નાની વયની વડાપ્રધાન (world's youngest serving Prime Minister at 34) બની ગઈ છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના આન્તી રિને(Antti Rinne) દ્વારા રાજીનામું આપી દેવાયા પછી પાર્ટીએ તેને વડાપ્રધાન તરીકે પસંદ કરી હતી. 

મરીન(Sanna Marin) આગામી દિવસોમાં વડાપ્રધાન પદનો ચાર્જ સંભાલશે. ફિનલેન્ડમાં(Finland) અત્યારે ગઠબંધન(Coliation) સરકાર છે અને મરીનની પાર્ટીનાં 5 સાંસદ તેમાં સભ્યો છે. ગઠબંધન સરકારમાં રહેલી સેન્ટર પાર્ટીએ(Centre Party) મંગળવારે વર્તમાન વડાપ્રધાન રાઈનનું પોસ્ટલ હડતાળના સંદર્ભમાં રાજીનામુ માગી લીધું હતું. પાર્ટીએ કહ્યું કે, તેઓ આ હડતાળને રોકાવી શકવામાં નિષ્ફળ રહ્યા છે અને તેમની પાર્ટીએ તેમનામાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. 

ત્યાર પછી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીમાં નવી ચૂંટણી યોજાઈ હતી, જેમાં સાન્ના મરીન પાતળી બહુમતિ સાથે વિજેતા બની હતી. મરિને 27 વર્ષની વયે ફિનલેન્ડના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે તે તેના હોમટાઉન ટેમ્પરમાં તે સિટી કાન્સિલની હેડ બની હતી. તે એવા સમયે વડાપ્રધાન પદનો ચાર્જ સંભાળવા જઈ રહી છે જ્યારે ફિનલેન્ડમાં મોટી કંપનીઓ હડતાળ પર છે અને સોમવારથી ઉત્પાદન બંધ કરવાની છે. કોન્ફેડરેશન ઓફ ફિનિશ ઈન્ડસ્ટ્રીઝનો અંદાજ છે કે આ હડતાળના કારણે ફિનલેન્ડની કંપનીઓને કુલ 500 મિલિયન યુરો (555 ડોલર)નું નુકસાન થશે. 

Image result for Finland Sanna Marin becomes world's youngest pm

રિને દ્વારા રાજીનામાની માગણી સ્વીકારી લેવાયા બાદ પણ સેન્ટર પાર્ટીએ ગઠબંધન સરકારમાં ન રહેવાનો નિર્ણય લીધો છે. ફિનલેન્ડમાં હજુ છ મહિના પહેલા જ ગઠબંધન સરકાર બની છે. સેન્ટર પાર્ટીએ જણાવ્યું કે, તે કાર્બન ન્યુટ્રાલિટી ઘટાડવાના પાર્ટીના રાજકીય એજન્ડા પર કામ કરતી રહેશે. 

મરિને જણાવ્યું કે, અમારો સંયુક્ત પ્રોગ્રામ છે, જેના કારણે અમારું ગઠબંધન ટકેલું છે. ફિનલેન્ડ યુરોપિયન યુનિયનનો એકમાત્ર દેશ છે જ્યાં વડાપ્રધાન પદ વારાફરતી સોંપવામાં આવે છે. આ વર્ષે ફિનલેન્ડમાં ટૂંકા ગાળામાં નેતૃત્વ પરિવર્તન થવાના કારણે દેશના બજેટને પણ તેની અસર થશે. 

સુરતમાં એક એવા લગ્ન, જે માત્ર 17 મીનિટમાં જ થયા સંપન્ન... જુઓ વીડિયો....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news