OMG ટીચરે હવસ સંતોષવા 15 વર્ષના વિદ્યાર્થીને દત્તક લઈ લીધો, અને પછી...

અમેરિકા (America) માં એક પરણિત મહિલા ટીચર જઘન્ય કૃત્ય કરતા પકડાઈ છે. આ સમગ્ર ઘટનાએ હાલ સોશિયલ મીડિયામાં પણ ખુબ ચકચાર મચાવી છે. મહિલા ટીચરે (Teacher) પતાની હવસ સંતોષવા માટે પોતાના જ એક 15 વર્ષના વિદ્યાર્થીને દત્તક લીધો અને પછી તેની સાથે શારીરિક સંબંધ (Sex) બાંધ્યા. 

OMG ટીચરે હવસ સંતોષવા 15 વર્ષના વિદ્યાર્થીને દત્તક લઈ લીધો, અને પછી...

નવી દિલ્હી: અમેરિકા (America) માં એક પરણિત મહિલા ટીચર જઘન્ય કૃત્ય કરતા પકડાઈ છે. આ સમગ્ર ઘટનાએ હાલ સોશિયલ મીડિયામાં પણ ખુબ ચકચાર મચાવી છે. મહિલા ટીચરે (Teacher) પતાની હવસ સંતોષવા માટે પોતાના જ એક 15 વર્ષના વિદ્યાર્થીને દત્તક લીધો અને પછી તેની સાથે શારીરિક સંબંધ (Sex) બાંધ્યા. આ ઘટના અમેરિકાના ન્યૂજર્સીના ટ્રેન્ટન (Trenton) ની છે. હાલ મહિલા ટીચરનું શાળાએ જવાનું બંધ કરાવી દેવાયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલાએ 2015માં આ વિદ્યાર્થીને દત્તક (Adopt) લીધો હતો. કહે છે કે આ વિદ્યાર્થીને તેના ઘરવાળાઓએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો. 45 વર્ષની આ મહિલા ટીચરનું નામ રાયના કલ્વર છે જેણે 2016માં આ વિદ્યાર્થીની કાયદેસર ગાર્ડિયનશીપ લીધી હતી. 

છોકરાને દત્તક લીધાના થોડા દિવસ બાદ જ એક દિવસ રાતે સૂતા પહેલા જ મહિલા ટીચરે વિદ્યાર્થીની સામે જ પોતાના કપડાં ઉતારી દીધા અને તેને પહેલા તો ઓરલ સેક્સ અને ત્યારબાદ શારીરિક સંબંધ બાંધવા માટે મજબુર કર્યો. પીડિત વિદ્યાર્થીના જણાવ્યાં મુજબ ત્યારબાદ આ સિલસિલો સતત ચાલુ જ  રહ્યો અને અનેક મહિનાઓ સુધી ટીચર રોજેરોજ તેની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. હાલ આ મામલે હજુ પણ ટ્રાયલ ચાલી રહી છે. ધરપકડ બાદથી જ ટીચર રજાઓ પર હતી પરંતુ હવે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી તેના શાળાએ જવા પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે. મહિલા ટીચર પર વિદ્યાર્થીનું ભવિષ્ય ખરાબ કરવા અને શારિરીક શોષણના મામલે કેસ ચાલી રહ્યો છે. 

જુઓ LIVE TV

કોર્ટના દસ્તાવેજો મુજબ બાળકની કસ્ટડી લેતા પહેલા જ આ મહિલા ટીચર વિદ્યાર્થી પ્રત્યે આકર્ષાઈ હતી અને તેની નીકટ હતી. શરૂઆતમાં ટીચર તેને ખોટી રીતે સ્પર્શ કરતી હતી પરંતુ છોકરો તે અંગે વધુ કઈ વિચારી શકતો ન હતો. ત્યારબાદ છોકરાએ જ્યારે ટીચર સાથે સંબંધ બનાવવાની ના પાડી તો તેણે ખુબ દબાણ કર્યું. વકીલના જણાવ્યાં મુજબ છોકરાને એવું લાગવા માંડ્યું હતું કે તેને આ ઘરમાં જગ્યા આપવા પાછળનો ટીચરનો હેતુ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો જ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news