'જો યુક્રેન સહમત નહીં થાય તો ભારત-પાકિસ્તાન સરહદ જેવી સ્થિતિ થશે', રશિયા સમર્થક ગ્રુપની મોટી ચેતવણી

બસુરિનને જણાવ્યું કે, આ વાત દરેક લોકો જાણે છે કે યુક્રેમાં પશ્ચિમી તાકાતો દ્વારા રશિયન સંધને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે લોકો અટકવાના નથી, તેમનાથી બનતા તમામ પ્રયાસો કરશે. તેમનો આગામી ટાર્ગેટ ભારત હશે.

'જો યુક્રેન સહમત નહીં થાય તો ભારત-પાકિસ્તાન સરહદ જેવી સ્થિતિ થશે', રશિયા સમર્થક ગ્રુપની મોટી ચેતવણી

નવી દિલ્હી: યુક્રેન પર રશિયા હવે કાળ બનીને ધડાધડ હુમલા કરી રહ્યું છે. રશિયન હુમલામાં યુક્રેનના કિવ, ખાર્કિવ, મારિયુપોલ અને બુચા સહિત ઘણા શહેરો બરબાદ થઈ ગયા છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તંગદિલી વચ્ચે યુક્રેનના ડોનેત્સ્કમાં રશિયન સેનાનું સમર્થન કરતા જૂથે મોટી ચેતવણી આપી છે. ડોનેટ્સ્ક પીપુલ્સ મિલિશિયા (ડીપીઆર)ના સત્તાવાર પ્રતિનિધિ એડ્યુઅર્ડ એલેક્ઝાન્ડ્રોવિચ બાસુરીએ જણાવ્યું છે કે જો યુક્રેન રશિયાની માગણીઓ નહીં સ્વીકારે તો સ્થિતિ ભારત-પાકિસ્તાન, ભારત-ચીન સરહદ જેવી થઈ જશે.

બસુરિનને જણાવ્યું કે, આ વાત દરેક લોકો જાણે છે કે યુક્રેમાં પશ્ચિમી તાકાતો દ્વારા રશિયન સંધને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે લોકો અટકવાના નથી, તેમનાથી બનતા તમામ પ્રયાસો કરશે. તેમનો આગામી ટાર્ગેટ ભારત હશે. પ્રવક્તાએ જણાવ્યું કે, આખી દુનિયા જાણે છે કે ભારત-પાકિસ્તાન, ભારત-ચીન સરહદ બે એવા વિસ્તારો છે, જેનું સમાધાન વર્ષોથી કોઈ કાઢી શક્યું નથી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, મારિયુપોલમાંરશિયન ફેડરેશને સુરક્ષિત માનવીય કોરિડોરના બદલામાં બંદર શહેરના લોકોને હથિયાર મૂકવાની માંગ કરી છે. સાથે સાથે આ વિસ્તારમાં અમે ડિમિલિટરાઇઝેશન અને ડિમોનેટાઇઝેશનને પણ લાગૂ કરવા માંગીએ છીએ, જો મારીયુપોલમાં આ માંગણીઓ પૂરી નહીં થાય તો સ્થિતિ ભારત-ચીન, ભારત-પાકિસ્તાન સરહદ જેવી થશે.

ભારત કેમ બનશે ટાર્ગેટ?
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ભારતમાં પણ વિસ્તાર, ભાષા, આસ્થા જેવી અનેક સમસ્યાઓ છે. યુક્રેનમાં જે પાયાનો પથ્થર હતો, તે બધું જ ભારતમાં છે. આ જ કારણ છે કે હું સમજું છું કે શા માટે ભારત હાલના સમયે યુક્રેનના ઘટનાક્રમને જોઈ રહ્યું છે. બાસુરીને કહ્યું કે જો હાલના સમયે રશિયા-યુક્રેન વચ્ચે જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં ભારતે રશિયાને સમર્થન આપવું જોઈએ. ભારતને સમર્થન માટે અપીલ કરતાં તેમણે કહ્યું કે, જો તમારી (ભારતીય) વસ્તીના પાંચ ટકા લોકો અમને મદદ કરશે તો અમે જીતીશું અને આ યુદ્ધનો અંત લાવી શકાશે.

આંખ બંધ કરીને નહીં પણ મદદ કરે ભારત
તેમણે જણાવ્યું હતું કે, હું ભારતને આંખ બંધ કરીને અમારી મદદ કરવા માટે કહી રહ્યો નથી. તમે ઘણી બધી રીતે મદદ કરી શકો છો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તટસ્થતાનું વલણ પણ મદદરૂપ થશે. ડોનેટ્સ્ક સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું કે, અમારી વિરાસત હવે ઈતિહાસ બની રહી છે. અમે કમનસીબ છીએ કારણ કે આ બધું અમારી ધરતી પર થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, આપણે રિકવરી વિશે વિચારવાની જરૂરિયાત છે. પરંતુ રિકવરી પહેલા આ યુદ્ધને કેવી રીતે જીતી શકાય તેના પર જોર આપવાનું છે. કારણ કે રિકવરી આવતીકાલ માટે છે અને જીત આજ માટે છે.

ભારતે કરી છે બુચા હત્યાકાંડની નિંદા
ડોનેટ્સ્કના સૈન્ય પ્રવક્તાનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ યુક્રેનના બૂચામાં નિર્દોષ નાગરિકોની હત્યાની નિંદા કરી છે. તેમણે બૂચામાંથી મળેલા અહેવાલોને અંદર સુધી પરેશાન કરનાર ગણાવ્યા છે અને સંયુક્ત રાષ્ટ્ર પાસે માંગણી કરી છે કે આ ઘટનાની સ્વતંત્ર તપાસ થાય. તિરૂમૂર્તિ તરફથી આપવામાં આવેલા આ નિવેદનને યુક્રેન યુદ્ધ પર ભારત તરફથી આવેલી અત્યાર સુધીની સૌથી મોટી પ્રતિક્રિયા માનવામાં આવી રહી છે. ઘણા લોકો તેને રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણમાં પરિવર્તનના સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news