માતાજીએ ચોરને ‘ચમત્કાર’ દેખાડ્યો; ચોરી કરવા મંદિરમાં ઘુસ્યો તો ખરો પરંતુ બહાર ના નીકળવા દીધો, Video વાયરલ
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના એક મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. જ્યાં ચોર ચોરી કરવામાં સફળ રહ્યો હતો પરંતુ છટકી શક્યો ન હતો અને બારીમાં પાડેલા બોકારામાં ફસાઈ ગયો હતો. જે બાદ તેના હાથમાંથી ચોરીના દાગીના પણ નીચે પડી ગયા હતા અને ગ્રામજનોએ તેને રંગે હાથે પકડી લીધો હતો.
Trending Photos
આંધ્રપ્રદેશ: કહેવાય છે કે ખરાબ કર્મનું ફળ તમારે અહીં જ ભોગવવું પડે છે. આ વાત આંધ્રપ્રદેશની ઘટનાએ સાબિત કરી છે. લોકો આ ઘટનાને આસ્થાની સાથે પણ જોડી છે અને ભગવાને ચમત્કાર કરીને ચોરને પાઠ ભણાવ્યો હોવાનું જણાવ્યું છે. આંધ્રપ્રદેશમાં આવેલા એક ચોરે મંદિરમાં ઘરેણા ચોરવા માટે દિવાલમાં કાણું પાડ્યું હતું. પણ પોતાના જ ખોદેલા ખાડામાં તે ફસાઈ ગયો હતો. એટલે કે ચોરે મંદિરની દિવાલમાં બોકારું પાડ્યું હતું, પરંતુ તે જ કાણામાંથી બહાર નીકળવા માટે ચોર ફસાઈ ગયો હતો અને બુમાબુમ કરી મૂકી હતી. લોકોએ તેને બહાર કાઢીને પકડી પાડ્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના એક મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. જ્યાં ચોર ચોરી કરવામાં સફળ રહ્યો હતો પરંતુ છટકી શક્યો ન હતો અને બારીમાં પાડેલા બોકારામાં ફસાઈ ગયો હતો. જે બાદ તેના હાથમાંથી ચોરીના દાગીના પણ નીચે પડી ગયા હતા અને ગ્રામજનોએ તેને રંગે હાથે પકડી લીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
Thief trapped in the ventilation window at Yellamma #Temple in Kanchili , Srikakulam. pic.twitter.com/bezPQp8Khd
— Siddhu Manchikanti (@SiDManchikanti) April 5, 2022
ચોરની ઓળખ 30 વર્ષીય પાપા રાવ તરીકે થઈ. કહેવામાં આવી રહ્યું છે કે પાપા રાવને દારૂ પીવાની ખરાબ આદત છે. જેના કારણે તેણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જ્યારે, આ મામલે પોલીસનું કહેવું છે કે મંગળવારે તેણે મંદિરની એક નાની બારી તોડી નાંખી હતી. ત્યારબાદ ભગવાનની મૂર્તિ અને સોનાના દાગીના લૂંટી લીધા અને દોડતી વખતે બારીના કાણામાં ફસાઈ ગયા અને ભાગી શક્યા નહોતો.
ગામ લોકોનું કહેવું છે કે બારીના કાણામાં ફસાઈ ગયા પછી ચોર ગભરાઈ ગયો અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. તેની ચીસો સાંભળીને ગામલોકો તેને બચાવવા દોડ્યા અને જોયું કે તે મંદિરની દિવાલમાં પાડેલા કાણામાં ફસાઈ ગયો હતો. આ પછી સમગ્ર મામલો ખુલ્યો અને ચોરને પોલીસને હવાલે કરવામાં આવ્યો.
મુંબઈમાં કોરોનાનું XE વેરિયન્ટ મળ્યું કે નહીં? જાણો શું છે સચ્ચાઈ? BMC અને સ્વાસ્થ્ય મંત્રાલય સામસામે
પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ પહેલા પાપા રાવે પોતાના ઘરમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે