ભારતીય સેનાનું રૌદ્ર સ્વરૂપ: સતત બીજા દિવસે 3 પાક. સૈનિકો ઠાર

રવિવારે પણ ભારતીય સેના દ્વારા પાકિસ્તાની સ્નાઇપર્સને ઠાર કરાયા હતા આજે ત્રણ જવાનોને ઠાર કર્યા

ભારતીય સેનાનું રૌદ્ર સ્વરૂપ: સતત બીજા દિવસે 3 પાક. સૈનિકો ઠાર

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાં રાજોરી સેક્ટરમાં મેજર સહિત ચાર સૈનિકોની શહાદતનો બદલો લેતા ભારતીય સેનાએ સોમવારે મોડી સાંચે પાકિસ્તાનનાં ત્રણ સૈનિકોને ઠાર કર્યા હતા. ભારતીય સેનાએ રાવલકોટનાં રુખ કાકરી સેક્ટરમાં કાર્યવાહી કરતા પાકિસ્તાનનાં 3 સૈનિકોને ઠાર કર્યા હતા. પાકિસ્તાની મીડિયાનાં હવાલાથી કહેવાઇ રહ્યું છે કે, ભારત તરફથી થયેલા ગોળીબારમાં ત્રણ પાકિસ્તાની સૈનિકોનાં મોત થયા છે, એક ઘાયલ થયો છે. અગાઉ પણ રવિવારે ભારતીય સેનાએ નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સ્નાઇપર્સને ઠાર કર્યા હતા. આ કાર્યવાહી ભારતીય સ્નાઇપર્સ દ્વારા કરવામાં આવી હતી.

પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ કાશ્મીરનાં રાજોરી જિલ્લાનાં કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક આવેલ થલ સેનાનાં એક પેટ્રોલિંક પાર્ટી પર શનિવારે ગોળીબાર કર્યો હતો. જેમાં એક મેજર અને ત્રણ સૈનિકો શહિદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, સંઘર્ષ વિરામનું ઉલ્લંઘનની ઘટના એવા સમયે બની જ્યારે મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી લોકોની ફરિયાદો દુર કરવાનાં ઇરાદાથી રાજોરી જિલ્લા મુખ્યમથકમાં છે. એર સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે, પાકિસ્તાની સૈનિકોએ બપોરે આશરે સવા બાર વાગ્યે કેરી સેક્ટરમાં બ્રાત ગલ્લામાં થળ સેનાનાં એક પેટ્રોલિંગ પાર્ટી પર હૂમલો કર્યો હતો.

પ્રવક્તાએ જણાવ્યું કે, મેજર મોહરકર પ્રફુલ્લ અંબાદાસ, લાંસ નાયક ગુરમૈલ સિંહ અને સિપાહી પરગટ સિંહ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યાર બાદ તેમનાં મોત થયા છે. બે અન્ય કર્મચારીઓ પણ ઘાયલ થયા છે જેમની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news