US એ ભારતને આ લિસ્ટમાં કર્યું સામેલ, આયાત પર લગાવ્યો મોટો પ્રતિબંધ
અમેરિકાએ નોટિફાય કર્યું છે કે, ભારતને આફ્રિકી સ્વાઈન ફીવરથી પ્રભાવિત દેશોની લીસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે જ હવે દેશમાંથી પોર્ક અને પોર્ક ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે
Trending Photos
વોશિંગટન: અમેરિકાએ નોટિફાય કર્યું છે કે, ભારતને આફ્રિકી સ્વાઈન ફીવરથી પ્રભાવિત દેશોની લીસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે જ હવે દેશમાંથી પોર્ક અને પોર્ક ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે.
આફ્રિકન સ્વાઈન ફીવરથી પ્રભાવિત દેશોના લિસ્ટમાં ભારતનું નામ
ગુરુવારે જાહેર કરાયેલા એક સંઘીય જાહેરનામામાં અમેરિકાના કૃષિ પશુ અને શાકભાજી આરોગ્ય નિરીક્ષણ સેવા (એપીએચઆઈએસ) વિભાગએ કહ્યું કે આફ્રિકન સ્વાઈન ફીવર (એએસએફ) દ્વારા અસરગ્રસ્ત ગણાતા ક્ષેત્રોની સૂચિમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે. એએસએફ જંગલી અને ઘરેલૂ પિગમાં થતા એક ખુબ ચેપી રોગ છે. આ પિગમાં ઝડપથી ફેલાઈ શકે છે.
કૃષિ વિભાગે (યુએસડીએ) કહ્યું, 'અમે આ કાર્યવાહી 13 મે 2020 ના રોજ કરી હતી. જ્યારે રોગની પુષ્ટિ થઈ હતી અને હવે તેઓ નોટિસ પાઠવી રહ્યા છે. ભારતમાંથી પોર્ક અને પોર્ક ઉત્પાદન, જેમાં કેસિંગ પણ સામેલ છે, અમેરિકામાં એએસએફ ફેલાવવાના જોખમને ઘટાડવા માટે નિર્ધારિત એપીએચઆઈએસ આયાત પ્રતિબંધોને આધિન છે.
પોર્ક અને સંબંધિત ઉત્પાદનોની નિકાસ 5,00,000 અમેરિકન ડોલર
વિભાગે જણાવ્યું હતું કે ગયા વર્ષે 9 મેના રોજ ભારતના વેટરનરી ઓથોરિટીઝે એપીએચઆઇએસને દેશમાં એએસએફની હાજરી વિશે માહિતી આપી હતી. યુએસડીએએ કહ્યું, "આ પ્રકોપને અટકાવવા માટે, 13 મે 2020 ના રોજ એપીએચઆઈએસએ ભારતને એવા વિસ્તારોની સૂચિમાં શામેલ કર્યો જ્યાં એએસએફ હાજર છે અથવા માનવામાં આવે છે કે તે શંકાસ્પદ છે." આ સૂચના સત્તાવાર રેકોર્ડ અને તે ક્રિયાની જાહેર સૂચનાનું કામ કરે છે.
તમને જણાવી દઇએ કે, ભારતને 2020 માં પોર્ક અને સંબંધિત ઉત્પાદનોની નિકાસ 5,00,000 અમેરિકન ડોલરની હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે