સુરત બાદ વડોદરા પણ કોરોના મુક્ત? પોલીસ માસ્ક નહી પહેર્યું હોય તો દંડ નહી વસુલે !
Trending Photos
વડોદરા : ગુજરાતમાં કોરોના ફરી એકવાર ફૂંફાડા મારી રહ્યો છે. ખાસ કરીને ચાર મહાનગરોમાં કોરોનાની સ્થિતી પ્રમાણમાં વધારે વિકટ છે. વડોદરામાં બેકાબુ બનેલા કોરોના કેસોને નિયંત્રણમાં લેવા માટે કોર્પોરેશન તંત્ર દિવસરાત એક કરી રહ્યું છે. માસ્ક નહી પહેરનારા લોકો પાસેથી 1000 રૂપિયા દંડ વસુલવામાં આવી રહ્યો છે. જો કે સુરત બાદ હવે વડોદરાનું તંત્ર પણ નાગરિકોના હીતને ધ્યાને રાખીને ગાંધીગીરી કરશે. હવે તેઓ નાગરિકો પાસેથી દંડ નહી વસુલે પરંતુ તેમને માસ્ક આપશે અને માસ્ક પહેરી રાખવા માટે સમજાવશે.
શહેર પોલીસ તંત્ર દ્વારા અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, પોલીસ તંત્ર દ્વારા માસ્ક વિતરણ શરૂ કરાયું છે. જે વ્યક્તિ માસ્ક વગર પકડાશે પોલીસ દ્વારા તેને નિશુલ્ક માસ આપવામાં આવશે. બીજી વખત તે વ્યક્તિ પકડાય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જો કે તે વ્યક્તિ પહેલી વખત પકડાયો છે કે બીજી વખત તે કઇ રીતે નક્કી થશે તે અંગે હજી સુધી કોઇ જ સ્પષ્ટતા નથી. સુરતમાં પણ સ્થિતી હાલ અસમંજસ ભરી છે. પોલીસ અધિકારીઓ દંડ વસુલવાની વાત કરી રહ્યા છે તો વહીવટી બોડી દંડ નહી વસુલાય તેવી વાત કરી રહ્યું છે.
આ અંગે ઉચ્ચ અધિકારીઓનાં જણાવ્યા અનુસાર કોરોનાને નિયંત્રણમાં લેવા માટે માસ્ક પહેરવું એક જ હથિયાર છે. જેથી પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 1 લાખથી વધારે માસ્ક વહેંચણી કરવામાં આવી છે. તમામ લોકો માસ્ક પહેરે તે માટે પોલીસ તંત્ર દ્વારા માસ્ક વગર પકડાઇ જનારા વ્યક્તિને પણ માસ્ક આપવામાં આવશે. જે વ્યક્તિ બીજી વખત પકડાશે. તેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. જો કે તે વ્યક્તિ બીજી વખત પકડાઇ છે તે સ્પષ્ટ કઇ રીતે થશે તે અંગે હજી સુધી અસમંજસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે