ગાઝાની હોસ્પિટલ પર હુમલોની પીએમ મોદીએ કરી નિંદા, કહ્યું- જવાબદાર સામે કાર્યવાહીની કરી માંગ

Israel Hamas War: પીએમ મોદીએ ગાઝાના અલ અહલી હોસ્પિટલમાં થયેલા હુમલામાં મૃત્યુ પામેલા 500 લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે હુમલા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે. 
 

ગાઝાની હોસ્પિટલ પર હુમલોની પીએમ મોદીએ કરી નિંદા, કહ્યું- જવાબદાર સામે કાર્યવાહીની કરી માંગ

PM Modi Gaza Hospital Attack: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલા અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે જે પણ આ ઘટનામાં ગુનેગાર છે, તેને છોડવામાં ન આવે. મંગળવાર (17 ઓક્ટોબર) એ ગાઝાની અલ-અહલી હોસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં 500 નાગરિકોના મોત થયા છે. 

સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ કહ્યું- ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં લોકોના મોતથી દુઃખ થયું છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે અને અમે ઈજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છીએ. આ યુદ્ધમાં સામાન્ય નાગરિકોના મોત થવા ગંભીર ચિંતાનો વિષય છે. આ હુમલા પાછળ જે લોકો જવાબદાર છે, તેને છોડવામાં ન આવે.

Civilian casualties in the ongoing conflict are a matter of serious and continuing concern.…

— Narendra Modi (@narendramodi) October 18, 2023

શું છે ઘટના?
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંને વચ્ચે લડાઈ થઈ રહી છે. ઇઝરાયલ ગાઝા પર હવાઈ હુમલા કરી રહ્યું છે અને તેની જમીની સેનાએ પણ ઉત્તરી ગાઝા પર હુમલો કરી દીધો છે અને ત્યાં રહેતા લોકોને જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ વચ્ચે અહીં પર સ્થિત આ હોસ્પિટલને ખાલી કરવાની ચેતવણી જારી કરી હતી. 

મંગળવારે મોડી રાત્રે હોસ્પિટલ પર હવાઈ હુમલો થાય છે અને પેલેસ્ટાઈનના હમાસ નિયંત્રિત સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે અહીં રહેતા 500 લોકોના મોતના સમાચાર છે. ત્યારબાદ આરોપ લાગી રહ્યાં છે કે ઇઝરાયલે હોસ્પિટલ પર હુમલો કરી અહીં રહેતા સામાન્ય નાગરિકોની હત્યા કરી છે. 

યુનાઇટેડ નેશન્સે કરી આલોચના
સંયુક્ત રાષ્ટ્ર, તેના સર્વોચ્ચ નેતાઓ અને એજન્સીઓએ ગાઝાની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં ઘણા નાગરિકોના મોતને લઈને દુખ વ્યક્ત કર્યું અને ઘટનાની નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તોનિયો ગુતારેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી- ગાઝામાં આજ એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં નાગરિકોના મોતથી હું અત્યંત દુખી અને વ્યથિત છું. હું તેની નિંદા કરૂ છું. મારી સંવેદનાઓ પીડિત પરિવારોની સાથે છે. હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કર્મીઓને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા હેઠળ સંરક્ષણ પ્રાપ્ત હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news