Imran Khan No-Confidence Motion: ઈમરાન સરકારના મંત્રીએ અજમાવ્યો 'કેપ્ટન્સ પ્લાન બી', થોડી જ ક્ષણોમાં આખેઆખું વિપક્ષ 'ફેલ'
Imran Khan No-Confidence Motion: વડાપ્રધાન ઈમરાન ખાને દેશને સંબોધિત કરતા સંસદ ભંગ કરવાની ભલામણ કરી છે. ઈમરાન ખાને દેશની જનતાને જણાવ્યું છે કે તેમણે રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું છે કે મારી વિરુદ્ધ વિદેશી ષડયંત્ર રચવામાં આવ્યું છે. દેશની જનતાએ હવે નવી ચૂંટણીની તૈયારી કરવી જોઈએ.
Trending Photos
નવી દિલ્હી: આજે સવારથી અહેવાલો મળી રહ્યા હતા કે ઈમરાન ખુરશી બચાવવા માટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે નવી રણનીતિ બનાવી લીધી હતી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની સંસદે પ્રધાનમંત્રી ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ જણાવ્યું છે કે અન્ય કોઈ દેશને પાકિસ્તાનની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો અધિકાર નથી. આ નિર્ણય આપતાં ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે.
વડાપ્રધાન ઈમરાન ખાને દેશને સંબોધિત કરતા સંસદ ભંગ કરવાની ભલામણ કરી છે. ઈમરાન ખાને દેશની જનતાને જણાવ્યું છે કે તેમણે રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું છે કે મારી વિરુદ્ધ વિદેશી ષડયંત્ર રચવામાં આવ્યું છે. દેશની જનતાએ હવે નવી ચૂંટણીની તૈયારી કરવી જોઈએ.
પાકિસ્તાનમાં મચેલા રાજકીય સંકટ વચ્ચે એક નવું રાજકીય યુદ્ધ ફાટી નીકળ્યું છે. ઈમરાન ખાનનો 'કેપ્ટન્સ પ્લાન બી' સફળ થયો છે. રવિવારે નેશનલ એસેમ્બલીમાં ઈમરાન સરકારના મંત્રી ચૌધરી ફવાદ હુસૈને 'પ્લાન બી' અજમાવ્યો અને વિપક્ષ થોડી જ ક્ષણોમાં ઉંઘા મોઢે પછડાયું હતું.
નેશનલ એસેમ્બલીમાં ફવાદ હુસૈને જણાવ્યું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ સામાન્ય રીતે લોકતાંત્રિક અધિકાર છે. સંવિધાનની કલમ 95 હેઠળ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે, પરંતુ દુર્ભાગ્યવશ તે વિદેશી સરકાર દ્વારા પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન માટે એક પ્રભાવી ઓપરેશન હતું. તેમના સંબોધન બાદ ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.
ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ વિદેશી ષડયંત્રનો આરોપ લગાવતા અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. સાથે જ જણાવ્યું છે કે તે ગેરબંધારણીય છે. અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેવાયા બાદ નેશનલ એસેમ્બલીની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સંસદની આગામી બેઠક 25 એપ્રિલે યોજાશે.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને જણાવ્યું છે કે મેં રાષ્ટ્રપતિને વિધાનસભા ભંગ કરવાની સલાહ મોકલી છે. દેશમાં ચૂંટણી થાય અને લોકો નિર્ણય કરે કે તેઓ કોણે ઈચ્છે છે. બહારથી કોઈ કાવતરું અને આ પ્રકારના ભ્રષ્ટ લોકો આ દેશના ભાવિનો નિર્ણય ના કરે. હું આજે મારી જનતાને કહું છું કે તમે ચૂંટણીની તૈયારી કરો, દેશમાંથી જે મોટું ષડયંત્ર કરવામાં આવી રહ્યું હતું તે આજે નિષ્ફળ ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે