Video: એક વ્યક્તિ ખુલ્લામાં ખુરશી પર બેઠો હતો અને અચાનક પાછળથી આવ્યો ઝેરી સાપ, અને.....

Poisonous Snake Video: વીડિયો જિપ્સલેન્ડનો જણાવવામાં આવ્યો છે. તેમાં માલકમ નામનો વ્યક્તિ ખુરશી પર બેસી પોતાનું કામ કરી રહ્યો છે. આ દરમિયાન અચાનક પાછળથી ઝેરી સાપ આવે છે. 
 

Video: એક વ્યક્તિ ખુલ્લામાં ખુરશી પર બેઠો હતો અને અચાનક પાછળથી આવ્યો ઝેરી સાપ, અને.....

નવી દિલ્હીઃ સાપને જોઈને બધાને ડર લાગે છે, જો સાપ લોકોની પાસમે આવી જાય છે તો તેની સ્થિતિ શ્વાસ રોકાવા જેવી થઈ જાય છે. સાપ ભલે ઝેરી હોય કે ન હોય, પરંતુ સાપને જોઈને લોકોને જરૂર ડર લાગે છે. આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઓસ્ટ્રેલિયાનો હોવાનું સામે આવ્યું છે. જ્યાં એક વ્યક્તિની પાસે અચાનક સાપ આવી જાય છે. 

વ્યક્તિની પાછળથી અચાનક આવ્યો સાપ
વીડિયો જોઈને જ્યાં સોશિયલ મીડિયા યૂઝર્સ ચોકી જાય છે. ત્યારે તે વ્યક્તિની સ્થિતિ પણ જોવા લાયક હોય છે. એબીસી ન્યૂઝે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયો ખુબ ડરાવી રહ્યો છે. વીડિયો જિપ્સલેન્ડનો હોવાનો સામે આવ્યું છે. તેમાં માલકમ નામનો એક વ્યક્તિ ખુરશી પર બેસીને પોતાનું કામ કરી રહ્યો છે. આ દરમિયાન એક સાપ પાછળથી ત્યાં આવી પહોંચે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABC News (@abcnews)

વાયરલ વીડિયો સીસીટીવી કેમેરાનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ સાપ લાંબો છે. તે વ્યક્તિની ખુરશી સુધી પહોંચી જાય છે. તમે જોઈ શકો છો કે તે વ્યક્તિ ખુરશી પર બેસી પોતાનું કામ કરી રહ્યો હોય છે. તે દરમિયાન તેને ખબર પડતી નથી કે પાછળથી સાપ આવી રહ્યો છે. ત્યારબાદ અચાનક સાપ તેની પાસે પહોંચી જાય છે. જ્યારે સાપ તે વ્યક્તિના પગ પર ચઢવા લાગે છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેના પગની પાસે કંઈ છે. 

સાપને જોઈને ડરી જાય છે વ્યક્તિ
ત્યારબાદ વ્યક્તિ ઝડપથી પોતાની ખુરશી પાછળ કરવા લાગે છે અને સાપને જોઈને ડરી જાય છે. ત્યારબાદ તેની નજર સાપ પર પડે છે તો તે ભાગી જાય છે. બાદમાં વ્યક્તિએ સ્ટોરીફુલ વેબસાઇટ સાથે વાત કરતા તેમણે કહ્યુ કે, તે એક ટાઇગર સ્નેક લાગી રહ્યો હતો, જે તેના ઘરની ડેક પર આવ્યો હતો. વ્યક્તિનો આ વીડિયો રેડિટ સાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો. મહત્વનું છે કે ટાઇગર સ્નેક ખુબ ઝેરી હોય છે. તે કરડવાથી વ્યક્તિનું મોત થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news