મમતાનો મોટો દાવ! બાબુલ સુપ્રિયોની સીટ પરથી શત્રુઘ્ન સિંહાને ચૂંટણીમાં ઉતાર્યા, વિધાનસભાની પેટાચૂંટણી લડશે સુપ્રિયો

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા અભિનેતા શત્રુધ્ન સિન્હા આસનસોલથી લોકસભાની પેટાચૂંટણીમાં ટીએમસીના ઉમેદવાર હશે. તેની જાહેરાત ખુદ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરી છે.

મમતાનો મોટો દાવ! બાબુલ સુપ્રિયોની સીટ પરથી શત્રુઘ્ન સિંહાને ચૂંટણીમાં ઉતાર્યા, વિધાનસભાની પેટાચૂંટણી લડશે સુપ્રિયો

નવી દિલ્હી: બંગાળમાં એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર 12 એપ્રિલે પેટાચૂંટણી થનાર છે. તેમાં બંગાળની આસનઓલ લોકસભા સીટનો પણ સમાવેશ થાય છે, જે બાબુલ સુપ્રિયોના કારણે ખાલી થઈ છે. ગત વર્ષે બાબુલ સુપ્રિયોએ પોતાની લોકસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા અભિનેતા શત્રુધ્ન સિન્હા આસનસોલથી લોકસભાની પેટાચૂંટણીમાં ટીએમસીના ઉમેદવાર હશે. તેની જાહેરાત ખુદ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરી છે. જ્યારે, બાલીગંજ વિધાનસભા સીટ પર થનાર પેટાચૂંટણી માટે ટીએમસી એ બાબુલ સુપ્રિયોને પોતાનો ચહેરો બનાવ્યો છે.
 
તમને જણાવી દઈએ કે બંગાળમાં એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર 12 એપ્રિલે પેટાચૂંટણી થનાર છે. તેમાં બંગાળની આસનસોલ લોકસભા સીટનો પણ સમાવેશ થાય છે, જે બાબુલ સુપ્રિયોના કારણે ખાલી થઈ છે. ગત વર્ષે બાબુલ સુપ્રિયોએ પોતાની લોકસભા સીટ આસનસોલથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં તેમણે બીજેપી છોડી ટીએમસીમાં જોડાયા. હવે જાણવા મળી રહ્યું છે કે બાબુલ સુપ્રિયોને મમતા બેનર્જી વિધાનસભામાં મોટી જવાબદારી સોંપી શકે છે.

ગોવા વિધાનસભા ચૂંટણી અને ત્રિપુરામાં બાબુલ સુપ્રિયોને પાર્ટીએ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી. બન્ને સ્થાનો પર બાબુલ નવા તેવરમાં નજરે પડ્યા હતા. તેમણે આ સમયગાળા દરમિયાન બીજેપી પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. બંગાળના CM મમતા બેનર્જી પણ ખુદ બીજેપી પર સતત સવાલો ઉઠાવતી રહી છે. 

જ્યારે, શત્રુધ્ન સિન્હા 2019માં કોંગ્રેસની ટિકીટ પર પટણા સાહિબથી ચૂંટણી લડ્યા, પરંતુ ત્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ ગત બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમના પુત્રને કોંગ્રેસમાંથી ટિકીટ અપાવી, પરંતુ તેમ છતાં હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસમાં રહીને સતત મળી રહેલી હાર બાદ શત્રુધ્ન સિન્હાએ ટીએમસીમાં જોડાયા. હવે જોવાનું તે રહેશે કે આસનસોલમાં શત્રુધ્ન સિન્હા શું કમાલ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news