Philippine Plane Crash: ફિલીપાઇનમાં સેનાનું વિમાન થયું ક્રેશ, 40 લોકોને બચાવ્યા

ફિલીપાઇનમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. એએફપીના સુરક્ષાબળોના હવાલેથી દક્ષિણ ફિલીપાઇનમાં લેંડ કરતી વખતે એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે.

Philippine Plane Crash: ફિલીપાઇનમાં સેનાનું વિમાન થયું ક્રેશ, 40 લોકોને બચાવ્યા

ફિલીપાઇન: ફિલીપાઇનમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. એએફપીના સુરક્ષાબળોના હવાલેથી દક્ષિણ ફિલીપાઇનમાં લેંડ કરતી વખતે એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. આ વિમાનમાં ઓછામાં ઓછા 85 લોકો સવાર હતા. સળગતાં વિમાનના કાટમાળમાંથી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ બચાવકાર્ય ચાલી રહ્યું છે. 

— Philippine Emergency Alerts - PEA (@AlertsPea) July 4, 2021

C-130 વિમાન સુલુ પ્રાંતમાં જોલો દ્વીપ પર ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. ત્યારે વિમાન ક્રેશ થઇ ગયું. ફિલીપાઇન સૈન્ય પ્રમુખે જણાવ્યું કે વિમાનના કાટમાળમાંથી લગભગ 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમે વધુ લોકોનો જીવ બચાવી શકીએ. 

બચાવ અભિયાન શરૂ
સમાચાર એજન્સી એપીએ સેના પ્રમુખ સિરિલિટો સોબેજાનાના હવાલેથી કહેવામાં આવ્યું છે કે વિમાનમાં 85 લોકો સવાર હતા, જેમાંથી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બાકી મુસાફરોને બચાવવા માટે ઝડપથી બચાવ અભિયાન ચાલી રહ્યું છે. જોકે વિમાનમાં આગના લીધે બચાવ અભિયાનમાં મુશ્કેલીઓ પડી રહી છે. આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ બચાવવામાં આવેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news