Shocking: ગુસ્સે ભરાયેલા પાઈલટે ફ્લાઈટના લેન્ડિંગની ઘસીને ના પાડી દીધી...જાણો શું હતો મામલો
Flight Cancel: પાઈલટે યાદ અપાવ્યું કે ઈન્ટરકોમ સ્પીકરના માધ્યમથી મુસાફરો માટે સૂચના, જો કેબિન સુરક્ષિત ન હોય તો અમે કાયદાકીય રીતે એક વિમાનને ઉતારવામાં અસમર્થ છીએ. જેવું વિમાન અંતે લેન્ડ થયું કે મુસાફરોને સૂચિત કરતા એક અન્ય જાહેરાત કરાઈ કે સ્થાનિક અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે અને તેઓ વિમાનમાં આવીને કાર્યવાહી કરશે.
Trending Photos
Flight Cancel: એક પેસેન્જનર ફ્લાઈટમાં સીટબેલ્ટને લઈને ભારે બબાલ જોવા મળી. ફ્લાઈટને ઉડાવનારા એક પાઈલટે કેટલાક લોકો દ્વારા સીટબેલ્ટ પહેરવાનો ઈન્કાર કરવામાં આવતા લેન્ડિંગ રદ કરવા માટે મજબૂર થવું પડ્યું અને ફ્લાઈટમાં અરાજકતા સર્જાઈ ગઈ.
સીટબેલ્ટનો ઈન્કાર કરતા લેન્ડિંગની ના પાડી
જેવું બાલીથી સિંગાપુર માટે વિમાન પોતાના ડેસ્ટિનેશનની નજીક પહોંચ્યું કે મુસાફરોને લેન્ડિંગની તૈયારી કરવા માટે પોતાનો સીટબેલ્ટ બાંધવાનો નિર્દેશ આપવામાં આવ્યો. જો કે કેટલાક લોકો હતા જેમણે આ આદેશ માનવાની ના પાડી દીધી. મુસાફરોના લેન્ડિંગ પ્રક્રિયાનું પાલન કરવાનો ઈન્કાર કરવાના કારણે ફ્લાઈટના પાઈલટે તમામ મુસાફરોને સૂચિત કરતા એક જાહેરાત કરવાનું શરૂ કરી દીધુ કે તેઓ વિમાનનું લેન્ડિંગ કરશે નહીં. તેમણે મુસાફરોને કહ્યું કે તેઓ ચાંગી એરપોર્ટના રસ્તાને બંધ કરવા જઈ રહ્યા છે અને પછી ફરીથી ઉતરણનો પ્રયત્ન કરવા માટે ચક્કર કાપી રહ્યા છે.
જુઓ Video...
પાઈલટે કેટલાક મુસાફરોને આપી હતી ચેતવણી
મુસાફરોને ચેતવણી આપવામાં આવી કે જો તેમણે બીજા એંગલથી લેન્ડિંગ કરવાના પ્રયત્ન સુધી પોતાના સીટબેલ્ટ ન બાંધ્યા તો ઘટનાની સૂચના ચાંગી એરપોર્ટના સહાયક પોલીસને આપવામાં આવશે. પાઈલટે યાદ અપાવ્યું કે ઈન્ટરકોમ સ્પીકરના માધ્યમથી મુસાફરો માટે સૂચના, જો કેબિન સુરક્ષિત ન હોય તો અમે કાયદાકીય રીતે એક વિમાનને ઉતારવામાં અસમર્થ છીએ. જેવું વિમાન અંતે લેન્ડ થયું કે મુસાફરોને સૂચિત કરતા એક અન્ય જાહેરાત કરાઈ કે સ્થાનિક અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે અને તેઓ વિમાનમાં આવીને કાર્યવાહી કરશે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે