PM મોદી અને જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા, કહ્યું-ભારત-અમેરિકા વચ્ચે વિશ્વાસની ભાગીદારી
PM Modi and Joe Biden bilateral meet: જાપાનના ટોક્યોમાં ક્વાડ સમિટનું આયોજન થયું છે. ટોક્યોમાં વિશ્વના ધુરંધર નેતાઓની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. આજે સવારે ક્વાડના સભ્ય દેશોના નેતાઓની બેઠક થઈ અને ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ.
Trending Photos
PM Modi and Joe Biden bilateral meet: જાપાનના ટોક્યોમાં ક્વાડ સમિટનું આયોજન થયું છે. ટોક્યોમાં વિશ્વના ધુરંધર નેતાઓની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. આજે સવારે ક્વાડના સભ્ય દેશોના નેતાઓની બેઠક થઈ અને ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ. આ દરમિયાન પીએમ મોદીએ ઉલ્લેખ કરતા કહ્યું કે બંને દેશો વચ્ચે ભરોસાની મિત્રતા છે.
સાચા અર્થમાં એક વિશ્વાસની ભાગીદારી- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાની રણનીતિક ભાગીદારી સાચા અર્થમાં એક વિશ્વાસની ભાગીદારી છે. અનેક ક્ષેત્રોમાં અમારા આ સરખા હિતોએ વિશ્વાસના સંબંધને મજબૂત બનાવ્યો છે. વેપાર અને રોકાણમાં પણ સતત વધારો થયો છે. જો કે આ અમારી તાકાત કરતા ઘણો ઓછો છે. તેમણે કહ્યું કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી વચ્ચે ઈન્ડિયા-USA ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટથી રોકાણની દિશામાં મજબૂત પ્રગતિ જોવા મળશે. ટેક્નોલોજી ક્ષેત્રે અમે દ્વિપક્ષીય સહયોગ વધારી રહ્યા છીએ અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ પરસ્પર સમન્વય કરી રહ્યા છીએ.
#WATCH "India & US partnership in the true sense is a partnership of trust," says PM Modi in a bilateral meeting with US President Joe Biden, in Tokyo pic.twitter.com/KIweBryiJC
— ANI (@ANI) May 24, 2022
બંને દેશ ભેગા મળીને ઘણું કરી શકે છે- જો બાઈડેન
બીજી બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે પીએમ મોદી, આપણા દેશ ભેગા મળીને ઘણું બધુ કરી શકે છે અને કરશે પણ ખરા. હું પૃથ્વી પર અમારા સૌથી નજીકના વચ્ચે અમેરિકા-ભારત ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છું. અહીં પણ તેમણે રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે યુક્રેન પર રશિયાના ક્રુર અને બિનન્યાયસંગત આક્રમણનના પ્રભાવો અને સમગ્ર વિશ્વ વ્યવસ્થા પર તેની અસર વિશે પણ ચર્ચા કરી. અમેરિકા અને ભારત આ નકારાત્મક અસરોને કેવી રીતે ઓછી કરી શકાય તેના પર બારીકાઈથી ચર્ચા વિચારણા કરવાનું ચાલુ રાખશે.
हमने यूक्रेन पर रूस के क्रूर और गैर-न्यायसंगत आक्रमण के चल रहे प्रभावों और पूरे विश्व व्यवस्था पर इसके प्रभाव पर भी चर्चा की। इन नकारात्मक प्रभावों को कैसे कम किया जाए, इस पर अमेरिका और भारत बारीकी से परामर्श करना जारी रखेंगे: अमेरिका के राष्ट्रपति जो बाइडन
— ANI_HindiNews (@AHindinews) May 24, 2022
અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઈડેન સાથે પીએમ મોદીની આ બીજી મુલાકાત છે. આ બેઠક પહેલા બાઈડેને પીએમ મોદીની પ્રશંસા પણ કરી હતી. કહ્યું કે પીએમ મોદીએ કોરોના સંકટને સારી રીતે હેન્ડલ કર્યું જ્યારે મહામારીને પહોંચી વળવામાં ચીન નિષ્ફળ ગયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે