વિશ્વને બ્લેક હોલ, બિગ બેંગ થિયરી સમજાવનારા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું નિધન

મહાન ભૌતિક વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું 76 વર્ષની વયે નિધન થયું હોવાના અહેવાલ છે.

વિશ્વને બ્લેક હોલ, બિગ બેંગ થિયરી સમજાવનારા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું નિધન

લંડન: મહાન ભૌતિક વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું 76 વર્ષની વયે નિધન થયું હોવાના અહેવાલ છે. હોકિંગના પરિવારે બુધવારે એક નિવેદન જારી કરીને તેમના નિધનની પુષ્ટિ કરી. તેમનું નિધન લંડનના કેમ્બ્રિજ ખાતે તેમના નિવાસસ્થાને થયું. હોકિંગના બાળકો લૂસી, રોબર્ટ અને ટિમે પોતાના નિવેદનમાં જણાવ્યું કે અમે અમારા પિતાના જવાથી ખુબ દુ:ખી છીએ.

સ્ટીફન હોકિંગે બ્લેક હોલ અને બિગ બેંગ સિદ્ધાંતને સમજવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમના પાસે 12 માનદ ડિગ્રીઓ છે. હોકિંગના કાર્યને જોતા અમેરિકાએ તેમના સૌથી ઊંચા નાગરિક સન્માનથી પણ સન્માનિત કર્યા હતાં. બ્રહ્માંડના રહસ્યો પર તેમના પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' ખુબ ચર્ચાસ્પદ બની હતી.

— ANI (@ANI) March 14, 2018

1974માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરીને તેને થિયરી મોડ આપનારા સ્ટીફન હોકિંગ સાયન્સની દુનિયાના સેલિબ્રિટી ગણાય છે. ચોંકાવનારી વાત એ હતી કે સ્ટીફન હોકિંગના મગજને બાદ કરતા તેમના શરીરનો કોઈ પણ ભાગ કામ કરતો નહતો. સ્ટીફન હોકિંગે ધ ગ્રાન્ડ ડિઝાઈન, યુનિવર્સ ઈન નટશેલ, માઈ બ્રિફ હિસ્ટ્રી, ધ થિયરી ઓફ એવરીથિંગ જેવા અનેક મહત્વપૂર્ણ પુસ્તકો લખ્યા છે.

મોટર ન્યૂરોન બિમારીથી પીડિત હતા હોકિંગ
સ્ટીફન હોકિંગ મોટર ન્યૂરોન બિમારીથી પીડિત હતાં. આ બિમારીમાં આખુ શરીર પેરેલાઈઝ્ડ થઈ જાય છે. વ્યક્તિ ફક્ત પોતાની આંખના ઈશારા દ્વારા જ વાત કરી શકે છે. 1963માં તેમની આ બિમારી અંગે જાણ થઈ હતી. ત્યારે ડોક્ટરોએ કહ્યું હતું કે સ્ટીફન ફક્ત બે વર્ષ જીવિત રહી શકશે. આમ છતાં હોકિંગ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આગળ ભણવા માટે ગયા અને એક મહાન વૈજ્ઞાનક તરીકે સામે આવ્યાં.

માત્ર 32 વર્ષની ઉંમરમાં 1974માં હોકિંગ બ્રિટનની પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીમાં સૌથી ઓછી ઉંમરના સભ્ય બન્યાં. પાંચ વર્ષ બાદ તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર તરીકે નિયુક્તિ પામ્યાં. આ પદ પર એક સમયે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન હતાં.

હોકિંગની એક ખાસ પ્રકારની વ્હીલચેર હતી. જેમાં એક વિશેષ ઉપકરણ લગાવેલ હતું. તેની સહાયતાથી તેઓ રોજબરોજના કામો ઉપરાંત પોતાની શોધમાં પણ રચ્યાપચ્યા રહેતા હતાં. આ ઉપકરણ સ્ટીફન હોકિંગની પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં પણ મદદ કરતું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news