શુક્રવારની રાત્રે ગુપ્ત રીતે કરો લક્ષ્મી પ્રાપ્તિ મંત્રનો જાપ, મળશે અષ્ટ લક્ષ્મીના આશીર્વાદ અને આર્થિક તંગી થશે દુર

Shukrawar Ke Totke: આ ઉપાયો કરવાથી ધનની આવક વધે છે અને દરિદ્રતા દૂર થાય છે. શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કરવામાં આવે તો ચોક્કસથી ધન લાભ થાય છે. આ ઉપાયોને શુક્રવારની રાત્રે ગુપ્ત રીતે કરવા જોઈએ.

શુક્રવારની રાત્રે ગુપ્ત રીતે કરો લક્ષ્મી પ્રાપ્તિ મંત્રનો જાપ, મળશે અષ્ટ લક્ષ્મીના આશીર્વાદ અને આર્થિક તંગી થશે દુર

Shukrawar Ke Totke: જ્યોતિષશાસ્ત્રમાં અસફળતાને સફળતામાં બદલવાના અને ભાગ્યના બંધ દરવાજાને ખોલવાના તેમજ આર્થિક તંગી દૂર કરવા માટેના ઘણા ઉપાયો જણાવ્યા છે. આ ઉપાયોમાંથી કેટલાક ઉપાય અચૂક અને કારગર હોય છે. આ ઉપાયને કરવાથી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેનાથી મુક્તિ મળી શકે છે. આજે તમને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી તેનો ઉપાય જણાવીએ. આર્થિક તંગીથી મુક્ત થવા માટે શુક્રવારે આ ઉપાયો કરવા જોઈએ.  શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. આ ઉપાયો કરવાથી ધનની આવક વધે છે અને દરિદ્રતા દૂર થાય છે. શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કરવામાં આવે તો ચોક્કસથી ધન લાભ થાય છે. 

આ પણ વાંચો:

આ ઉપાયોને શુક્રવારની રાત્રે ગુપ્ત રીતે કરવા જોઈએ. પરિવારના લોકોને પણ ખબર ન પડે તે રીતે આ ઉપાય કરવાથી વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે અને ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ મળે છે. આ ઉપાય કરવા માટે શુક્રવારની રાત્રે અષ્ટ લક્ષ્મીની વિધિ વિધાન થી પૂજા કરવી જોઈએ. તેમની સામે અગરબત્તી કરી અને ગુલાબના ફૂલ અર્પણ કરવા. સાથે જ માતા અષ્ટ લક્ષ્મીને લાલ માળા ચઢાવવામાં આવે તો તે પણ શુભ માનવામાં આવે છે. સાથે જ 108 વખત આ મંત્રનો જાપ કરવો. 

લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર

"એં હ્રીં શ્રીં અષ્ટલક્ષ્મીયૈ હ્રીં સિદ્ધયે મમ ગૃહે આગચ્છાગચ્છ નમ: સ્વાહા" 

પૂજા કરવા માટે સૌથી પહેલા શ્રી યંત્ર અને અષ્ટ લક્ષ્મીની તસ્વીરને ગુલાબી રંગના કપડા ઉપર સ્થાપિત કરો. ત્યાર પછી સૌથી પહેલા ભગવાન વિષ્ણુની પૂજા કરો. શંખમાં પાણી ભરીને તેમનો અભિષેક કરો. ભગવાન વિષ્ણુ પછી માં અષ્ટલક્ષ્મી અને શ્રી યંત્રને અષ્ટગંધનું તિલક લગાડો. આ રીતે શુક્રવારે રાત્રે પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે અને ધન લાભ થાય છે.

 

 નોંધ- (આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. જેની ઝી ન્યુઝ પુષ્ટિ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news