આકાશમાં ઉડતા વિમાનમાં અચાનક દેખાયો સાપ....જાણો પછી શું થયું

Snake in Plane: જો તમે વિમાનમાં મુસાફરી કરતા હોવ અને આકાશમાં વિમાન ઉડતું હોય અને અચાનક તેમાં સાપ દેખાઈ જાય તો શું હાલત થાય? આવું જ કઈંક ન્યૂ જર્સી જઈ રહેલી ફ્લાઈટમાં જોવા મળ્યું. સાપને જોતા જ મુસાફરોમાં દહેશત વ્યાપી ગઈ. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....

આકાશમાં ઉડતા વિમાનમાં અચાનક દેખાયો સાપ....જાણો પછી શું થયું

Snake in Plane: ફ્લોરિડાના ટામ્પા શહેરથી ન્યૂજર્સી માટે ઉડાણ ભરનારી એક ફ્લાઈટમાં અચાનક સાપ જોવા મળતા હાહાકાર મચી ગયો. તેને જોતા જ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ સોમવારે એક વિમાનમાં અચાનક સાપ જોવા મળ્યો જેના કારણે દહેશતનો માહોલ સર્જાયો. નેવાર્કના લિબર્ટી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાપ પકડવા માટે કેટલાક લોકોને બોલાવવામાં આવ્યા ત્યારબાદ તેને પકડીને બહાર કાઢવામાં આવ્યો. 

ગાર્ટર સ્નેક હતો
ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી પોર્ટ ઓથોરિટીએ એક નિવેદનમાં કહ્યું કે એરપોર્ટના વન્યજીવ સંચાલન કર્મચારી અને પોર્ટ ઓથોરિટી પોલીસ વિભાગના અધિકારીઓએ ગેટ પર યુનાઈટેડ ફ્લાઈટ 2038ને ચેક કરી અને 'ગાર્ટર સ્નેક' ને પકડ્યો અને તેને જંગલમાં છોડી મૂકાયો. નિવેદનમાં આગળ કહેવાયું છે કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી અને સંચાલન પણ પ્રભાવિત થયું નથી. 

એમ પણ કહેવાયું છે કે મુસાફરોએ સાપને જોતા જ ક્રૂ સભ્યોને જાણ કરી અને ત્યારબાદ એરલાઈને સ્થિતિનું ધ્યાન રાખવા માટે અધિકારીઓને બોલાવ્યા હતા. 

આકાશમાં ઉડતું હતું વિમાન
બીજી બાજુ વોશિંગ્ટન ટાઈમ્સે ન્યૂઝ 12 ન્યૂ જર્સીના સ્થાનિક મીડિયાનો હવાલો આપતા કહ્યું કે વિમાન લેન્ડિંગ બાદ ટેક્સી કરી રહ્યું હતું ત્યારે બિઝનેસ ક્લાસમાંના મુસાફરોએ અચાનક એક સાપ જોયો. સાપને જોતા જ બૂમો પાડવાની શરૂ કરી દીધી. ન્યૂયોર્ક પોસ્ટે સિમ્પલ ફ્લાઈંગનો હવાલો આપતા કહ્યું કે સાપને હટાવી દીધા બાદ મુસાફરોને તેમના સામાન સાથે ઉતારવામાં આવ્યા અને વિમાનમાં પૂરેપૂરી તલાશી લેવામાં આવી. આ સિવાય બીજો કોઈ સાપ મળ્યો નહીં. 

આ Video પણ ખાસ જુઓ...

ધ વોશિંગ્ટન ટાઈમ્સે ફ્લોરિડા મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીનો હવાલો આપતા કહ્યું કે કોમન ગાર્ટર સ્નેક દરેક ફ્લોરિડા કાઉન્ટીમાં મળી આવે છે અને તે માણસો પ્રત્યે ઝેરીલો કે આક્રમક હોતો નથી. સાપ કે જે સામાન્ય રીતે 18થી 26 ઈંચ લાંબા હોય છે, મનુષ્યો તથા પાળતું જાનવરોના સીધા સંપર્કથી બચવાની વૃત્તિ રાખે છે અને ત્યારે જ કરડે છે જ્યારે 'જાણી જોઈને તેને છેડવામાં આવે છે.'

અગાઉ પણ નીકળ્યા હતા સાપ
ધ વોશિંગ્ટન ટાઈમ્સ મુજબ રાજ્ય દ્વારા પ્રકાશિત સ્નેક્સ ઓફ ન્યૂ જર્સી પેમ્ફલેટનો હવાલો આપતા કહ્યું કે ન્યૂ જર્સીમાં ગાર્ટર સાપ પણ સામાન્ય છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં મલેશિયામાં એરએશિયાની એક ફ્લાઈટમાં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી. જ્યારે મુસાફરોને એક સાપ મળ્યો હતો અને વિમાન તે સમયે આકાશમાં હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news