Taliban એ પાકિસ્તાનને ઝટકો આપીને ભારત સરકારને લગાવી ગુહાર, પત્ર લખી કરી આ માગણી

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ભારત પાસે તાબડતોબ ધોરણે આ માગણી કરી છે. 

Taliban એ પાકિસ્તાનને ઝટકો આપીને ભારત સરકારને લગાવી ગુહાર, પત્ર લખી કરી આ માગણી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ભારતને કોમર્શિયલ ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ઈસ્લામિક અમીરાતે DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય) ને પત્ર લખીને કાબુલ માટે કોમર્શિયલ ફ્લાઈટ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) આ પત્રની સમીક્ષા કરી રહ્યું છે. 

અત્રે જણાવવાનું કે ભારતે 15 ઓગસ્ટ બાદ કાબુલ માટે તમામ કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન બંધ કરી દીધુ હતું. ત્યાંથી ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે બચાવ મિશન હેઠળ ફક્ત કેટલાક વિશેષ વિમાનોને જ કાબુલ એરપોર્ટ જવાની મંજૂરી મળી હતી. 

આંતરરાષ્ટ્રીય ઉડાણો ઉપર પણ રોક વધી
આ બાજુ DGCA એ કોરોના વાયરસના વધતા કેસ જોતા શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ્સ (Scheduled International Commercial Flights) પર પ્રતિંબધ 31 ઓક્ટોબર સુધી વધારવાનો નિર્ણય લીધો છે. બુધવારે બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશનમાં ડીજીસીએએ જણાવ્યું કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ- કાર્ગો સંચાલન અને વિશેષ રીતે નિયામક દ્વારા અનુમોદિત ઉડાણો પર લાગૂ થશે નહીં. 

India had stopped all commercial flight operations to Kabul post 15 Aug. pic.twitter.com/8LO96j6EkK

— ANI (@ANI) September 29, 2021

DGCA એ કહ્યું કે શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય ઉડાણોના મામલાના આધારે પસંદગીના માર્ગો પર મંજૂરી મળી શકે છે. કેન્દ્ર સરકારે ગત વર્ષ 23 માર્ચના રોજ કોરોના વાયરસની રોકથામ માટે આંતરરાષ્ટ્રીય ઉડાણોના સંચાલન પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે બાદમાં કેટલાક દેશોની સાથે એર બબલ વ્યવસ્થા હેઠળ ઉડાણ પ્રતિબંધોમાં ઢીલ અપાઈ હતી. ભારતે લગભગ 25 દેશો સાથે એર બબલ સમજૂતિ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news