જેમ પર્લ હાર્બર અને 9/11 થયું હતું, રશિયા અમારી સાથે તે કરી રહ્યું છેઃ અમેરિકી સંસદમાં બોલ્યા ઝેલેન્સ્કી
ઝેલેન્સ્કીએ અમેરિકી કોંગ્રેસને તે સવારની યાદ અપાવી જ્યારે ડિસેમ્બર 1941માં પર્લ હાર્બર પર બોમ્બમારો થયો હતો અને કહ્યું કે યુક્રેન દરરોજ તેમાંથી પસાર થઈ રહ્યું છે.
Trending Photos
કિવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ બુધવારે અમેરિકી સંસદને વર્ચ્યુઅલી સંબોધિત કરતા બીજા વિશ્વયુદ્ધનો હવાલો આપ્યો છે. તેમણે કહ્યુ કે, જેમ પર્લ હાર્બર અને 9/11 થયું હતું, રશિયા પણ યુક્રેન સાથે તે કરી રહ્યું છે.
ઝેલેન્સ્કીએ અમેરિકી કોંગ્રેસને તે સવારની યાદ અપાવી જ્યારે ડિસેમ્બર 1941માં પર્લ હાર્બર પર બોમ્બમારો થયો હતો અને કહ્યું કે યુક્રેન દરરોજ તેમાંથી પસાર થઈ રહ્યું છે. તેના શહેરો પર રશિયા દ્વારા દરરોજ હુમલો કરવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યુ, 'હાલ, અમારા દેશના ભાગ્યનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. ખબર નહીં યુક્રેનિયન આઝાદ થશે કે નહીં. રશિયાએ માત્ર અમારા શહેરો પર હુમલો નથી કર્યો, આ અમારા મૂલ્યો વિરુદ્ધ એક ક્રૂર હુમલો કર્યો, આઝાદીથી જીવવાના અમારા અધિકાર પર હુમલો છે.'
Ukraine President Volodymyr Zelensky received a standing ovation during his address to US Congress
(Source: Reuters) pic.twitter.com/18hRnFyQfs
— ANI (@ANI) March 16, 2022
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરતા અમેરિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- યુક્રેન તમારા ભારે સમર્થન માટે અમેરિકાનું આભારી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાએ ન માત્ર અમારા પર, અમારી જમીન પર, ન માત્ર અમારા શહેરો પર, પરંતુ અમારા મૂલ્યો વિરુદ્ધ, અમારા પોતાના દેશમાં સ્વતંત્ર રૂપથી જીવવાના અદિકાર વિરુદ્ધ, અમારા રાષ્ટ્રીય સપના વિરુદ્ધ હુમલો કર્યો છે. એજ રીતે જેમ તમે અમેરિકી સપના જુઓ છો.
શું છે પર્લ હાર્બરની ઘટના?
પર્લ હાર્બર એક હોનલૂલૂથી દસ કિમી ઉત્તર-પશ્ચિમ, અમેરિકાનું પ્રખ્યાત બંદર અને ડીપ વોટર નેવલ બેઝ છે. આ અમેરિકી પ્રશાંત ક્ષેત્રનું મુખ્યાલય પણ છે. 7 ડિસેમ્બર 1941ના જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો હતો. આ દ્વીપ સમૂહ પર બે કલાક સુધી એવા બોમ્બ વિસ્ફોટ થયા જેણે બીજા વિશ્વ યુદ્ધને બદલી નાખ્યું હતું. જાપાનના આ હુમલામાં પર્લ હાર્બર પર તૈનાત અમેરિકાના તમામ આઠ જંગી જહાજ નષ્ટ થઈ ગયા હતા. મોટી સંખ્યામાં સૈનિકોના મોત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે