શ્રીલંકામાં આર્થિક સંકટ થશે દૂર? રાનિલ વિક્રમસિંઘે બન્યા નવા પ્રધાનમંત્રી

Sri Lanka New PM Appointed: દેશમાં આર્થિક સંકટ વચ્ચે યુનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. 
 

શ્રીલંકામાં આર્થિક સંકટ થશે દૂર? રાનિલ વિક્રમસિંઘે બન્યા નવા પ્રધાનમંત્રી

કોલંબોઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને નવા પ્રધાનમંત્રી મળી ગયા છે. યુનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. શ્રીલંકાની 225 સભ્યોની સંસદમાં રાનિલ વિક્રમસિંઘેની પાર્ટી યુનાઇટેડ નેશનલ પાર્ટીની માત્ર એક સીટ છે, પરંતુ તેઓ દેશના પ્રધાનમંત્રી બની ગયા છે. 

ચાર વખત સંભાળી ચુક્યા છે દેશની કમાન
રાનિલ વિક્રમસિંઘે ચાર વખત શ્રીલંકાના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. ઓક્ટોબર 2018માં તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ તેમને પ્રધાનમંત્રી પદેથી હટાવી દીધા હતા, પરંતુ બે મહિના બાદ ફરી તેમને આ પદ પર બહાલ કરી દેવામાં આવ્યા હતા. વિક્રમસિંઘેને અંતરિમ સરકારનું નેતૃત્વ કરવા માટે તમામ દળોનું સમર્થન પ્રાપ્ત છે. તેમની સરકાર છ મહિના સુધી ચાલી શકે છે. 

— ANI (@ANI) May 12, 2022

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સત્તામાં રહેલ શ્રીલંકા પોદુજાના પેરામુના (એસએલપીપી), વિપક્ષી સમગી જન બાલાવેગાયાના એક જૂથ અને અન્ય ઘણા પક્ષોએ સંસદમાં વિક્રમસિંઘેને બહુમત સાબિત કરવા પોતાનું સમર્થન આપ્યું છે. 

રાજપક્ષે પરિવારના ખાસ રાનિલ
શ્રીલંકામાં નવા પ્રધાનમંત્રીની નિમણૂક પહેલા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કહ્યુ હતુ કે હું યુવા મંત્રીમંડળની નિમણૂક કરીશ, જેમાં રાજપક્ષે પરિવારના કોઈ સભ્ય હશે નહીં. અલગ પાર્ટીમાં હોવા છતાં રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને મહિન્દાના નજીકના ગણવામાં આવે છે. નિષ્ણાંતો કહી રહ્યાં છે એટલે જ તેમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news