OMG: માત્ર 15 મહિનામાં મહિલાએ ઘટાડ્યું 55 કિલો વજન, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

તમને જાણીને નવાઈ લાગશે કે મહિલાએ માત્ર હેલ્ધી ફૂડ ખાઈને અને પગપાળા ચાલીને પોતાનું 55 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે. 27 વર્ષની આ મહિલાએ પોતાનું વજન ઘટાડવા માટે ફળ અને શાકભાજીના જ્યુસનો પણ સહારો લીધો હતો.

OMG: માત્ર 15 મહિનામાં મહિલાએ ઘટાડ્યું 55 કિલો વજન, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

Amazing Weight Loss: ભાગદોડની આ જિંદગીમાં, આજે લગભગ દરેક વ્યક્તિ તેના વધતા વજનને કારણે પરેશાન છે. લોકો પોતાનું વજન ઘટાડવા માટે અલગ-અલગ ઉપાયો અજમાવતા હોય છે. તેમછતાં પણ તેમનું વજન ઘટતું નથી. પરંતુ આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે કોઈપણ સર્જરી વગર માત્ર એક વર્ષમાં 55 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે.

ચાલીને 55 કિલોગ્રામ વજન ઘટાડ્યું
તમને જાણીને નવાઈ લાગશે કે મહિલાએ માત્ર હેલ્ધી ફૂડ ખાઈને અને પગપાળા ચાલીને પોતાનું 55 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે. 27 વર્ષની આ મહિલાએ પોતાનું વજન ઘટાડવા માટે ફળ અને શાકભાજીના જ્યુસનો પણ સહારો લીધો હતો. ડેઈલી મેલના સમાચાર અનુસાર, ન્યૂ સાઉથ વેલ્સની રહેવાસી સિસિલી ગુડવિન (Cicily Goodwin) આખા દિવસમાં 10-10 કપ કોફી પીતી હતી.

આ ઉપરાંત તે KFC ફૂડ ખાવાની પણ શોખીન હતી. આ આદતોના કારણે તેનું વજન 128 કિલો થઈ ગયું હતું. પછી જ્યારે તેણે પોતાની જાતને અરીસામાં જોઇ તો તેને ખૂબ જ શરમ આવી. ત્યારબાદ તેમણે પોતાનું વજન ઘટાડવાનું વિચાર્યું. તેણે પોતાના ડાયટમાં હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ પર ફોકસ કર્યું. ત્યારબાદ માત્ર 15 મહિનામાં જ મહિલાએ 55 કિલોગ્રામ વજન ઘટાડ્યું.

ટેન્શન લેવાનું બંધ કરી દીધું હતું
સિસિલી કહે છે કે વજન ઘટાડવા માટે તેણે સ્ટ્રેસ લેવાનું બંધ કરી દીધું. તે હંમેશા હળવા મૂડમાં રહેતી. આ દરમિયાન તેણે બહારનું ખાવાનું પણ છોડ્યું ન હતું. તે ચોકલેટ પણ ખાતી હતી. તેણે હેલ્ધી ખાવાનું શરૂ કર્યું અને જીમમાં ગયા વગર થોડા મહિનામાં 20 કિલોગ્રામ વજન ઘટાડ્યું. આ દરમિયાન તે માત્ર પગપાળા જ જતી હતી. તેણીએ દિવસમાં 3 લીટર પાણી પીવું પડતું હતું અને ઓછામાં ઓછા 10,000 પગલાં ચાલવા પડતા હતા. તે દરરોજ 100 સ્ક્વોટ્સ કરતી હતી. તેણે તેના જીવનમાં ચમત્કારો કર્યા.

મહિલાએ જણાવ્યું કે કોફીને બદલે તેણે ફળ અને શાકભાજીના જ્યુસ પીવાનું શરૂ કર્યું. તે પોતાની તમામ કસરત ઘરે જ કરતી હતી. હકિકતમાં તે તેના બે બાળકોના કારણે જીમમાં જઈ શકતી ન હતી. મહિલા કહે છે કે જો તમે લિસ્ટ બનાવીને કામ કરો છો તો ઘણું સરળ થઈ જાય છે. તેણે દર અઠવાડિયે આરામથી 2 કિલો વજન ઘટાડ્યું અને 15 મહિનામાં તેણે 55 કિલો વજન ઘટાડ્યું. હવે તે 128 કિલોથી માત્ર 73 કિલોની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news