દુનિયાના એકમાત્ર સફેદ ગેંડાને આપી દીધી મોત દવા
Trending Photos
સુડાન: દુનિયાના છેલ્લા સફેદ નર ગેંડા 'સુડાન'નું મોત નિપજ્યું છે. કેન્યાનાઅ ઓઆઇ પેજેટા અભયારણ્ય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર 45 વર્ષનો સુડાન લાંબા સમયથી બિમાર હતો. રિપોર્ટ્સ અનુસાર સુડાનને લાંબા સમયથી પહેલાં પગમાં સંક્રમણ થયું હતું, જેની સારવાર ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહી હતી. સારવાર અને દવાઓ આપ્યા બાદ પણ જ્યારે સુડાનને કોઇપણ પ્રકારની રાહત ન મળી તો તેને મોતની દવા આપી દેવામાં આવી.
કેન્યામાં વન્યજીવોની રક્ષા કરનારી સંસ્થાના અનુસાર હવે વિશ્વભરમાં ગેંડાની આ જાતિની ફક્ત બે જ ઉપ-પ્રજાતિઓ બચી છે. તે પણ બંને માદાઓ છે. સંસ્થાનું કહેવું છે કે સુડાનની પ્રજાતિને બચાવી શકાય એટલા માટે અન્ય ગેંડાની સાથે રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. તમને જણાવી દઇએ કે સુડાનની પ્રજાતિને બચાવવા અને તેની સારવાર માટે પૈસા એકઠા કરી શકાય, તેના માટે તેની પ્રોફાઇલ ડેટિંગ એપ પણ બનાવવામાં આવી હતી. આ એપ પર પ્રોફાઇલિંગના માધ્યમથી 9 મિલિયન ડોલરનું ફંડ ભેગુ કરીને ફર્ટિલિટી ટ્રીટમેંટ કરાવી શકાય.
તમને જણાવી દઇએ કે લાંબા સમયથી આફ્રિકાના સહારા ઉપક્ષેત્રમાં હજારો દક્ષિની સફેદ ગેંડા છે, પરંતુ શિકારીના હાથ લાગવાના કારણે તેમની સંખ્યામાં દિવસે ને દિવસે ઘટાડો નોંધાઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે સફેદ ગેંડાનું શીંગડું 50,000 ડોલરના ભાવે વેચવામાં આવે છે (ફોટો સાભાર: Reuters)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે