આ પાટીદાર મહિલાએ અગાશી પર બનાવ્યો બગીચો, ફ્લાવર શો પણ તેની સામે ઝાંખો લાગશે
Terrace Garden : રાજપીપળાના ભાવનાબેન પટેલે પોતાના ઘરની અગાશી પર જ ગાર્ડન બનાવ્યું છે... આ આખું ગાર્ડન ઘરની વેસ્ટ વસ્તુઓના ઉપયોગથી તૈયાર કરાયું છે
Trending Photos
Narmada News : વિકાસમાં હવે શહેર સંકોચાતા જાય છે અને લોકોના ઘર નાના થવા લાગ્યા છે. આવામાં હવે ખેતરો માટે જગ્યા પણ ઓછી પડવા લાગી છે. ત્યારે લોકો પોતાના ઘરમાં શાકભાજી ઉગાવવા લાગ્યા છે. રાજપીપળા ની મહિલાએ પોતાના ઘરના ધાબા પર ફ્લાવર શો બનાવ્યો છે. રંગબેરંગી ફૂલો થી લઈને શાકભાજી પણ ધાબાપર ઉગાડે છે. ના કોઈ કલમી છોડ કે ના કોઈ રાસાયણિક ખાતર. પાંદડા અને થડમાંથી રોપ બનાવી ઘરની વેસ્ટ વસ્તુમાં માટી ભરી આખું ગાર્ડન બનાવ્યું છે.
હાલ ગુજરાતના અમદાવાદમાં ફ્લાવર શૉ ચાલી રહ્યો છે. અને SOU ખાતે પણ કરોડો રૂપિયા ખર્ચ કરી વિદેશી ફ્લાવર મંગાવી ફ્લાવર ઓફ વેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજપીપળાના મહાવિદ્યાલ રોડ પાર રહેતા ભાવનાબેન પટેલ નથી. ખેતી વિષયના કોઈ અભ્યાસ કે માર્ગદર્શન કે તાલીમ વગર તેમણે આ આખું ગાર્ડન ઉભું કર્યું છે. બસ ફૂલ છોડ ઉગાડવાનો શોખથી ધાબા પર નાના રોપા બનાવતા ગયા અને છોડ મોટા કરતા ગયા.
ઘરમાં તેલની ડબ્બો ખાલી થાય કે પછી કેન, પાણીના બોટલ હોય કે કોલ્ડ્રિંગ્સના બોટલ, ઘરના કુકર તપેલા જે ખરાબ થયા હોય, પર્સ ફાટી ગયા હોય તો પણ એ તમામ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને તેમણે તેમાં છોડ રોપ્યા છે. આ વસ્તુઓમાં માટી ભરીને તેમાં છોડ રોપીને તેની માવજત કરતા ગયા. સાથે જ નિયમિત પાણી આપતા. એટલુ જ નહિ તેઓ ખાતર પણ જાતે બનાવે છે. જે ફૂલ સુકાઈ ગયા હોય એને માટી માટી સાથે મિક્સ કરીને ખાતર પણ જાતે બનાવતા.
આ રીતે તેમનું ગાર્ડન ઓર્ગેનિક બન્યું છે. એકદમ ઓર્ગેનિક ફૂલવાડી બનાવી છે. પોતાના શોખ માટે તેમણે ધાબા પર એક ફ્લાવર શો પણ ગોઠવ્યો હોય એવું સુંદર રમણીય લગતા રાજપીપળાના ભાવનાબેન પટેલનું ઘર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
ભાવનાબેન પટેલના ફ્લાવર શોને જોવા મોટી સંખ્યામાં સાગા સબંધીઓ આવે છે. જરૂર પડે સલાહ લે છે અને કલમો તૈયાર કરેલી હોય તે મફતમાં આપે છે. આમ એક ગૃહિણી ધારે તો શું ના થાય એ આજે ભાવનાબેને કરી બતાવ્યું અને ભલભલા ગાર્ડનિંગ નો કોર્ષ કરનારા તજજ્ઞોને પણ પાછળ પાડી દીધા છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે