Big News: ક્યારે આવશે 8મું પગાર પંચ? સરકારી કર્મચારીઓને આનંદ થાય તેવા સમાચાર, જાણો નવા પ્રસ્તાવ વિશે

મોંઘવારી સતત વધી રહી છે આવામાં આઠમા પગાર પંચની માંગણી પણ વધી રહી છે. કર્મચારીઓની માંગણી છે કે તેમના પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા થવી જોઈએ. નેશનલ કાઉન્સિલ (સ્ટાફ સાઈડ, જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ)ના સચિવ શવ ગોપાલ મિશ્રાએ સરકાર પાસે આઠમા પગાર પંચને જેમ બને તેમ જલદી રચવા માટે ભલામણ કરી છે.

Big News: ક્યારે આવશે 8મું પગાર પંચ? સરકારી કર્મચારીઓને આનંદ થાય તેવા સમાચાર, જાણો નવા પ્રસ્તાવ વિશે

મોંઘવારી સતત વધી રહી છે આવામાં આઠમા પગાર પંચની માંગણી પણ વધી રહી છે. કર્મચારીઓની માંગણી છે કે તેમના પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા થવી જોઈએ. નેશનલ કાઉન્સિલ (સ્ટાફ સાઈડ, જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ)ના સચિવ શવ ગોપાલ મિશ્રાએ સરકાર પાસે આઠમા પગાર પંચને જેમ બને તેમ જલદી રચવા માટે ભલામણ કરી છે. તેમણે કહ્યું છે કે કોરોના મહામારી બાદથી સરકારી કમાણી અને મોંઘવારી બંનેમાં ઘણો વધારો થયો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે છેલ્લે પગાર સંશોધન 2016માં થયું હતું. ત્યારથી મોંઘવારીએ કર્મચારીઓ અને પેન્શનની ખરીદ શક્તિને ઘણી ઓછી કરી છે. 

શું હોય છે પગાર પંચ?
પગાર પંચ એ સરકાર તરફથી નિયુક્ત એક બોડી હોય છે. તે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, ભથ્થા અને લાભોની સમીક્ષા કરે છે. ત્યારબાદ તેમાં  ફેરફારની ભલામણ કરે છે. સામાન્ય રીતે દર 10 વર્ષે તે બેઠક કરે છે. જે મોંઘવારી જેવા ફેક્ટરોની સમીક્ષા કરે છે. 28 ફેબ્રુઆરી 2014ના રોજ  તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે સાતમા પગારપંચની રચના કરી હતી. આ પંચે 19 નવેમ્બર 2015ના રોજ પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તેની ભલામણોને 1 જાન્યુઆરી 2016ના રોજ લાગૂ કરાઈ હતી.

8મું પગાર પંચ ક્યારે?
હવે બધાની નજર આઠમા પગાર પંચ પર છે. એવો અંદાજો છે કે તેની રચના 1 જાન્યુઆરી 2026 સુધી થઈ જશે. જે ગત પગાર પંચના 10 વર્ષ બાદ થશે. કેન્દ્ર તરફથી હજુ જો કે કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી. પરંતુ 2024ની લોકસભા ચૂંટણી બાદ મોદી સરકાર ત્રીજીવાર સત્તામાં આવતાની સાથે જ એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓમાં આઠમા પગાર પંચને લઈને  ભારે ઉત્સુકતા છે. 

શું છે નવી પ્રપોઝલ?
ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ મુજબ શિવ ગોપાલ મિશ્રાએ કેબિનેટ સચિવને લખેલા પત્રમાં આ આર્થિક વાસ્તવિકતાઓનું સમાધન કરવા માટે નવા પગાર પંચની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે 2015 બાદ સરકારી રાજસ્વ બમણું થઈ ગયું છે. ટેક્સ કલેક્શનમાં પણ ઘણો વધારો થયો છે. પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં મોંઘવારી પ્રમાણે વધારો થયો નથી. 

મિશ્રાએ કહ્યું કે, બજેટના આંકડા મુજબ કેન્દ્ર સરકારનું રાજસ્વ વર્ષ 2015થી 2023 સુધીમાં  બમણું થઈ ગયું છે. આપણે જોઈ શકીએ છીએ કે રાજસ્વ સંગ્રહમાં ઘણો વધારો થયો છે.  કેન્દ્ર સરકારનું આ વાસ્તવિક રાજસ્વ 100 ટકાથી વધુ વધ્યું છે. આથી વર્ષ 2016ની સરખામણીમાં કેન્દ્ર સરકાર પાસે ચૂકવણી કરવા માટે વધુ ક્ષમતા છે. એપ્રિલ 2023માં જીએસટી સંગ્રહ પણ વધીને 1.87 લાખ કરોડ થઈ ગયો છે. વર્ષ 2022-23માં આવકવેરાનું કલેક્શન પણ સૌથી વધુ રહ્યું છે. નાણાકીય વર્ષ 2022-23માં ગ્રોસ પર્સનલ ઈન્ક્મટેક્સ કલેક્શન (એસટીટી સહિત) 9,60,764 કરોડ રૂપિયા છે. જે ગત વર્ષની સરખામણીમાં 24.23 ટકાનો વધારો દર્શાવે છે. 

છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારના કર્મચારીની સંખ્યા લગભગ 10 લાખની કમી આવી છે. જેનાથી વર્તમાન કર્મચારીઓ પર કામનો બોજો વધી  ગયો છે. પત્રમાં વેતન મેટ્રિક્સની સમયાંતરે સમીક્ષા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે તેના માટે પૂરા 10 વર્ષની રાહ જોવી જોઈએ નહીં. ભલામણમાં એક માપદંડ તરીકે આક્રોઈડ ફોર્મ્યૂલાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ફોર્મ્યૂલા જરૂરી વસ્તુઓની બદલાતી કિંમતોને ધ્યાનમાં રાખે છે. આ વેતન સમાયોજન માટે એક વધુ ગતિશીલ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. 

એનપીએસના પડકારોનો પણ ઉલ્લેખ
મીડિયા રિપોર્ટ મુજબ આ ઉપરાંત મિશ્રાએ એનપીએસ (રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી) જેવા પડકારો ઉપર પણ પ્રકાશ ફેંક્યો. જે હેઠળ કર્મચરીઓના મૂળ પગાર અને ડીએના 10 ટકા કપાય છે. તેમના હાથમાં આવતો પગાર ઓછો થઈ જાય છે. 2004 બાદ ભરતી થયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને બહાલ કરવાની માંગણી છતાં સરકાર હજુ સહમત થઈ નથી. 

પત્રમાં કહેવાયું છે કે સરકારે ન તો ઉપરોક્ત ભલામણોને સ્વીકારી છે કે ન તો આઠમા પગાર પંચની રચના કરી છે. કેન્દ્ર કરકારના કર્મચારીઓ અને પેન્શનર્સનું ડીએ પહેલેથી પહેલી જાન્યુઆરી 2024થી 50 ટકા સુધી પહોંચી ગયું છે. મોંઘવારી અને મૂલ્ય વધારાને જોતા ડીએ ઘટક 50 ટકા પાર કરી જશે. એ પણ ઉલ્લેખનીય છે કે 20 લાખથી વધુ અસૈનિક કેન્દ્ર સરકારના કર્મચારી રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી હેઠળ આવે છે. તેમણે દર મહિને પોતાના મૂળ પગાર અને ડીએના 10 ટકા એનપીએસમાં યોગદાન આપવું પડે છે. જેના કારણે હાથમાં આવતો પગાર ઘટી જાય છે. સરકાર હજુ સુધી એનપીએસને સમાપ્ત કરીને તથા 1-1-2024 કે ત્યારબાદ ભરતી થયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સીસીએસ (પેન્શન) નિયમ 1972 (હવે 2021) હેઠળ પેન્શનને બહાલ કરવાની અમારી માંગણી પર સહમત થઈ નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news