ખોવાઇ ગયું છે તમારું Aadhaar Card તો આ રીતે સરળતાથી મળશે રિપ્રિંટેંડ આધાર

વિશિષ્ટ ઓળખ નંબર આધારને જાહેર કરનાર સંસ્થા યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડીયા (યૂઆઇડીએઆઇ)એ પોતાના આધાર રિપ્રિંટ સુવિધા દ્વારા તે લોકો માટે આધાર કાર્ડ ખોવાઇ ગયું છે અને તે તેની નવી કોપી ઇચ્છો છો.

Updated By: Jul 7, 2020, 08:02 PM IST
ખોવાઇ ગયું છે તમારું Aadhaar Card તો આ રીતે સરળતાથી મળશે રિપ્રિંટેંડ આધાર

નવી દિલ્હી: વિશિષ્ટ ઓળખ નંબર આધારને જાહેર કરનાર સંસ્થા યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડીયા (યૂઆઇડીએઆઇ)એ પોતાના આધાર રિપ્રિંટ સુવિધા દ્વારા તે લોકો માટે આધાર કાર્ડ ખોવાઇ ગયું છે અને તે તેની નવી કોપી ઇચ્છો છો.

ઓર્ડર આધાર રિપ્રિંટને ડિસેમ્બર 2018માં પાયલેટ આધાર પર લોચ કરવામાં આવી હતી. આ સુવિધા હેઠળ ભારતીય નાગરિક સામાન્ય ચાર્જ કરી પોતાના આધાર લેટને રિપ્રિંટ કરાવી શકો છો. એવા નાગરિકો જેમની પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નથી તે પણ નોન રજિસ્ટર્ડ/અલ્ટર્નેટ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી ઓર્ડર આધાર રિપ્રિંટનો ઉપયોગ કરી શકો છો.

યૂઆઇડીડીઆઇએ પોતાના તાજેતરના ટ્વિટમાં કહ્યું કે હવે ઓર્ડર આધારે રિપ્રિંટને સ્પીડ પોસ્ટ દ્વારા 15 દિવસોની અંદર તમારા એડ્રેસ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. યૂઆઇડીએઆઇએ કહ્યું કે શું પોસ્ટ દ્વારા તમને આધાર પ્રાપ્ત થયું નથી? હવે તમે ઓર્ડર આધાર રિપ્રિંટ કરી શકો છો. જેને સ્પીડ પોસ્ટ દ્વારા 15 દિવસમાં તમારા સરનામા પર પહોંચી જશે. 

ઓર્ડર આધાર રિપ્રિંટ માટે રિકવેસ્ટ આ રીતે મોકલો
ઓર્ડર આધારા રિપ્રિંટ રિકવેસ્ટને યૂઆઇડીએઆઇની સત્તાવાર વેબસાઇટ અથવા યૂઆઇડીએઆઇ પોર્ટલ પર 12 અંકનો આધાર નંબર અથવા 16 અંકનો વર્ચુઅલ ઓળખ નંબર (વીઆઇડી)નો ઉપયોગ કરી મોકલી શકો છો. યૂજર્સને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી પ્રાપ્ત થશે. નોન રજિસ્ટર્ડ/અલ્ટર્નેટ મોબાઇલ નંબરવાળા ગ્રાહકો માટે, ઓટીપી નોન રજિસ્ટર્ડ/અલ્ટર્નેટ મોબાઇલ પર ઉપલબ્ધ થશે.

ઓર્ડર આધાર રિપ્રિંટ માટે ચાર્જ 50 રૂપિયા (જીએસટી અને સ્પીડ પોસ્ટ ચાર્જ સહિત) છે. યૂઝર્સ ઓર્ડર આધાર રિપ્રિંટ માટે ચૂકવણી કરવા માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેકિંગ અને યૂપીઆઇનો ઉપયોગ કરી શકે છે.