આધાર કાર્ડ

કોરોના વેક્સીનના રજિસ્ટ્રેશન માટે ફોન આવે તો આધાર કાર્ડ નંબર આપતા ચેતજો, નહિ તો...

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પ્રજાજનોને અપીલ કરી છે કે, કોરોના વેક્સીનેશનનું રજિસ્ટ્રેશન ફોન પર કરાતું નથી એટલે આવા ફોન આવે ત્યારે તમારી બેન્કિંગ, આધારકાર્ડ કે અન્ય વિગતો ન આપવી હિતાવત છે

Dec 27, 2020, 11:06 AM IST

ફ્રીમાં કઢાવી શકો છો નવું PAN CARD, આ છે 10 મિનિટની સરળ રીત

પાન કાર્ડ (PAN Card) આપણા જીવનનો એક મહત્વનો દસ્તાવેજ છે. બેંક એકાઉન્ટ (Bank Account) ખોલાવવાથી લઇને ઇનકમ ટેક્સ (Income Tax) ભરવા અને લોન લેવા સુધી પણ PAN Card ફરજિયાત છે

Nov 10, 2020, 05:25 PM IST

ગિરનાર રોપ-વેના ભાવમાં ઘટાડાની જાહેરાત, આ લોકોને મળી શકે છે સ્પેશિયલ ઓફર

ગિરનાર રોપ-વે યોજના અમલી બનાવવામાં જુનાગઢવાસીઓએ આપેલા સહયોગની કદર કરીને મંદિર સુધી જતા વિશ્વના સૌથી લાંબા આ રોપ-વે માટે ઉષા બ્રેકો લિમિટેડે તેમના માટે વિશેષ ઓફરની જાહેરાત કરી છે. આ વિશેષ ઓફર હેઠળ જૂનાગઢવાસીઓ ગિરનાર રોપ-વે ઉપર આવવા-જવાની રાઈડનો લાભ રૂપિયા 500+ જીએસટીના રાહત દરે લઈ શકશે.

Oct 28, 2020, 10:24 PM IST

હવે માથાકૂટ વગર બની જશે તમારું Driving License, જરૂર છે માત્ર આ એક ડૉક્યુમેન્ટની

હવે ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે તમારે વધુ દસ્તાવેજોની જરૂર પડશે નહીં. કેન્દ્ર સરકારે ડીએલ બનાવવા માટે અનેક નિયમોનું સરળીકરણ કર્યું છે. જેનાથી લોકોની વ્યર્થ ભાગદોડ બચી જશે. આ નિયમો લાગુ કરવા માટે નોટિફિકેશન પણ બહાર પાડી દેવાયું છે. જેનાથી ડ્રાઈવિંગ લાઈસન્સની સાથેસાથે ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા પણ ઘણી સરળ બની જશે. 

Sep 16, 2020, 09:27 AM IST

ખોવાઇ ગયું છે તમારું Aadhaar Card તો આ રીતે સરળતાથી મળશે રિપ્રિંટેંડ આધાર

વિશિષ્ટ ઓળખ નંબર આધારને જાહેર કરનાર સંસ્થા યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડીયા (યૂઆઇડીએઆઇ)એ પોતાના આધાર રિપ્રિંટ સુવિધા દ્વારા તે લોકો માટે આધાર કાર્ડ ખોવાઇ ગયું છે અને તે તેની નવી કોપી ઇચ્છો છો.

Jul 7, 2020, 08:02 PM IST

Unlock 1: 30 જૂન સુધી પૂરા કરો આ 6 કામ, નહીં તો થશે સમસ્યાઓ

દેશમાં છેલ્લા બે માસથી લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. જો કે, સોમવારથી તેમાં ઘણા પ્રકારની છૂટછાટ આપવાની સરકાર તૈયારી કરી રહી છે. હાલ સરકારે પણ સામાન્ય જનતાને તેમની તરફથી રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય કે પછી આરબીઆઈ દ્વારા લોન મોરાટોરિયમ અથવા સરકાર દ્વારા ઘોષિત આત્મનિર્ભર ભારત આર્થિક પેકેજ, આ બધા થકી સરકાર લોકોની કોઈને કોઈ રીતે મદદ કરી રહી છે.

Jun 6, 2020, 12:10 PM IST

Alert! ડાર્ક વેબ પર વેચાઈ રહ્યા છે તમારા આધાર-પાન કાર્ડ, 1 લાખ લોકોને થઈ શકે છે અસર

એક લાખ ભારતીયોના જરૂરી ડોક્યૂમેન્ટ ઇન્ટરનેટના ડાર્ક વેબ પર વેચાઈ રહ્યાં છે. જેનાથી તેમની ખાનગી જાણકારી હેકરોની પાસે જઈ રહી છે. તેનાથી લોકોને નાણાકિય નુકસાન પણ થઈ શકે છે. જે ડેટા લીક થયો છે તે તમામ જરૂરી ડોક્યૂમેન્ટની સ્કેન કોપી છે.

Jun 3, 2020, 08:55 PM IST

પેન્શન ખાતું ખોલાવવું હવે એકદમ સરળ બન્યું, આ રીતે ચપટીમાં એડ કરો Aadhaar નંબર 

સરકારે જનતા માટે એક રાહતનું પગલું ભર્યું છે. જે લોકો પોતાના પેન્શન ખાતા ખોલાવવા માંગે છે તેમના માટે પ્રોસેસિંગને ખુબ જ સરળ બનાવી દીધી છે. નવા નિર્દેશો મુજબ હવે  કોઈ પણ ઈચ્છુક વ્યક્તિએ આધારકાર્ડની ફિઝિકલ ફોટોકોપી જમા કરાવવાની જરૂર રહેશે નહીં. 

May 28, 2020, 11:50 AM IST

17.58 કરોડ લોકો માટે અત્યંત મહત્વના અપડેટ, 31 માર્ચ સુધી આ કામ નહિ કરો તો થશે મોટુ નુકસાન

આવક વિભાગે જણાવ્યું કે, જો સ્થાયી ખાતા સંખ્યા (પાન કાર્ડ)ને 31 માર્ચ, 2020 સુધી આધાર કાર્ડ સાથે જોડવામાં નહિ આવે, તો તે નિષ્ક્રીય થઈ જશે. પાન (pan card) અને આધાર કાર્ડ (aadhar card) ને જોડવાને લઈને સમય મર્યાદા વધારવામાં આવી છે અને હાલની સમય મર્યાદા 31 માર્ચ, 2020ના રોજ પૂરી થાય છે. income tax વિભાગના અનુસાર, 27 જાન્યુઆરી, 2020 સુધી 30.75 કરોડ પાન કાર્ડને પહેલા જ આધાર સાથે જોડી દેવામાં આવ્યા છે. જોકે, 17.58 કરોડ પાન હજી પણ 12 અંકના આધાર સાથે જોડાવાના બાકી છે.

Feb 15, 2020, 09:00 AM IST

ભાડાના મકાનમાં રહેતા લોકો માટે Aadhaar અંગે મહત્વના ન્યૂઝ, ખાસ જાણો 

આજકાલ નોકરીથી લઈને ઘરનો સામાન લાવવા અને સરકારી સુવિધાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડની જરૂર હોય છે. જો તમારા આધાર કાર્ડમાં હજુ પણ ખોટું નામ, એડ્રસ અને જન્મતિથિ હોય તો તમે હજુ પણ તેને સુધારી શકો છો. UIDAIએ જણાવ્યું કે હવે તમે રેન્ટ એગ્રીમેન્ટની મદદથી પણ આધારમાં એડ્રસ અપડેટ કરાવી શકો છો. આવો તમને જણાવીએ કે કેવી રીતે તમે ભાડા કરારથી એડ્રેસ ચેન્જ કરાવી શકો...

Feb 9, 2020, 11:32 AM IST

Aadhaar અને Voter IDને લઈને મોદી સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય

નાગરિકતા સંશોધન કાયદો તેમજ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર બાદ દેશભરમાં ઓળખ સંબંધી દસ્તાવેજોને લઈને મોટી જંગ ચાલી રહી છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે, સરકાર આધાર કાર્ડ (Aadhaar) ને ઈલેક્શન કાર્ડ (Voter ID)  સાથે જોડવાની તૈયારી કરી રહી છે. તેને કમ્પલસરી બનાવવા માટે સરકાર કાયદો લાવી શકે છે. કાયદા મંત્રાલયે આ વિશે ઈલેક્શન પંચ તરફથી મળેલા સૂચન પર વિચાર કરતા તેને માની લીધું છે. મંત્રાલય હવે આ કાયદા માટે કેબિનેટ નોટ તૈયાર કરી રહ્યું છે. 

Jan 25, 2020, 08:46 AM IST

Aadhar Cardમાં માહિતી બદલાવવી છે તો ટેન્શન લેવાની જરૂર નથી, અપનાવો આ સરળ રસ્તો

આજકાલ બેંકથી લઈને ઘર સુધી તમામ કામો માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો તમારા આધાર કાર્ડમાં હજુ સુધી પણ એડ્રેસ તથા અન્ય માહિતી ખોટી હોય તો જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે, આધાર (Aadhaar) જાહેર કરનારી સરકારી સંસ્થા UIDAIએ આધારમાં નામ, એડ્રેસ અને જન્મ તિથિ બદલવા માટે નવી સિસ્ટમ જાહેર કરી છે. આ નવા નિર્ણય અંતર્ગત હવે તમારે એડ્રેસ બદલવા માટે કોઈ પણ વેલિડ ડોક્યુમેન્ટ્સની જરૂર નહિ પડે.

Jan 18, 2020, 05:03 PM IST

Aadhaar Card: મિત્રો-સંબંધીઓનું વેરિફિકેશન થયું સરળ, UIDAI એ શરૂ કરી નવી સર્વિસ

જો અત્યાર સુધી પોતાના આધાર (Aadhaar card) વડે પોતાના ઇ મેલ આઇડી (E-mail) અને મોબાઇલ નંબર (Mobile Number)ને વેરિફિકેશન કર્યું નથી તો જલદી કરો. આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલી સરળ થઇ જશે. UIDAI એ આધાર દ્વારા મોબાઇલ નંબર અને ઇમેલના વેરિફિકેશનની પ્રોસેસને વધુ સરળ બનાવી દીધી છે. 

Jan 8, 2020, 02:38 PM IST

હવે દેશના 125 કરોડ લોકો સુધી પહોંચ્યું આધાર કાર્ડ, નવી મોબાઇલ એપ પણ લોન્ચ

હવે દેશના સવા અબજ લોકોની પાસે આધાર કાર્ડ છે. મહત્વનું છે કે, ઘણી જરૂરી સરકારી સેવાઓ અને અન્ય ઘણી જગ્યા પર આધાર કાર્ડને દસ્તાવેજ તરીકે માન્યતા પ્રાપ્ત છે. આધાર કાર્ડમાં કોઈપણ વ્યક્તિનું નામ, સરનામું અને બાયોમેટ્રિક ડિટેલ નોંધાઈ છે. 
 

Dec 27, 2019, 05:23 PM IST

Cyber Crime : બાયોમેટ્રિક ડાટામાંથી રબરપ્રિન્ટ બનાવીને વેચતા ભેજાબાજો પકડાયા

અજય તોમરના(Ajay Tomar) જણાવ્યા અનુસાર, "પકડાયેલા આરોપીઓએ ગુજરાતના 40 જેટલા રેશનિંગ દુકાનધારકો(Rationing Shops) પાસેથી તેમનાં ગ્રાહકોની બાયોમેટ્રિક (Bio Metric) અને આધારકાર્ડની(Aadhar Card) માહિતી મેળવી લેવામાં આવી હતી. આ માહિતીના આધારે તેમણે વિવિધ ટેક્નિકલ સાધનોનો ઉપયોગ કરીને રેશનિંગ કાર્ડધારકોના બાયોમેટ્રીક ડાટાના આધારે તેમની રબર પ્રિન્ટ બનાવી હતી. આ રબરપ્રિન્ટને તેઓ વિવિધ રેશનિંગ દુકાનચાલકોને વેચતા હતા. તેનો ઉપયોગ કરીને રેશનિંગ દુકાનધારકો કાર્ડધારકને મળતું અનાજ બારોબાર વેચી નાખતા હતા." 

Dec 8, 2019, 08:09 PM IST

PAN Card સાથે જોડાયેલો આ નિયમ જાણો છો? ખોટો PAN આપ્યો તો ભરવો પડશે 10 હજાર સુધીનો દંડ!

ઇનકમ ટેક્સ અધિનિયમ 1961ની કલમ 272B હેઠળ જો કોઇ ખોટો પાન આપી શકો છો, ત્યારે ઇનકમ ટેક્સ વિભાગ તેના પર 10 હજાર સુધીની પેનલ્ટી લગાવી શકે છે. આ જોગવાઇ ત્યારે લાગૂ થાય છે, જ્યારે કોઇ વ્યક્તિ ઇનકમ ટેક્સ રિટર્ન માટે ફાઇલિંગ કરે છે અથવા પછી કોઇ નાણાકીય લેણદેણ માટે પોતાના નંબરની જાણકારી આપી રહ્યા છો.

Nov 20, 2019, 04:23 PM IST

સોશિયલ મીડિયા પ્લેટફોર્મને Aadhaar સાથે જોડવાનો કોઇ જ પ્રસ્તાવ નથી: પ્રસાદ

કેન્દ્રીય સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે આજે લોકસભામાં જણાવ્યું કે, સરકારનું સોશિયલ મીડિયાના એકાઉન્ટને આધાર સાથે જોડવાનો કોઇ જ પર્સાવ નથી. તેમણે સદનને જણાવ્યું કે, આધારનો ડેટા સંપુર્ણ સુરક્ષીત છે અને યોગ્યસમયાંતરે સરકાર દ્વારા તેનું ઓડિટ પણ કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીએ એવો પણ દાવો કર્યો કે, આઇટી એક્ટનાં સેક્શન 69-એ હેઠળ દેશ અને જનહિતનાં મુદ્દે સરકારને કોઇનું એકાઉન્ટ બ્લોક કરવાનો અધિકાર નથી. 

Nov 20, 2019, 02:47 PM IST

ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા, તેનાથી લોકોની ગરીબી દૂર થશેઃ બિલ ગેટ્સ

ગેટ્સે કહ્યું, 'મને હાલના સમયની વધુ જાણકારી નથી, પરંતુ હું કહેવા ઈચ્છીશ કે આગામી દાયકો ભારતનો હશે અને આ દરમિયાન તેની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ કરશે. દરેકને આશા છે કે વાસ્તવમાં ભારતમાં ઉચ્ચ વિકાસ કરવાની પ્રબળ સંભાવના છે.'

Nov 17, 2019, 09:03 PM IST

હવે ચપટી વગાડતા Aadhaar Cardમાં નામ, જન્મતારીખ બદલી શકશો, કરો આ કામ

ઓળખ પત્ર તરીકે આધાર કાર્ડ (Aadhaar Card) હવે બહુ જ જરૂરી દસ્તાવેજ બની ગયું છે. બેંક ખાતુ ખોલવાનું હોય કે પાસપોર્ટ બનાવવો હોય, આધાર નંબર જરૂરી બન્યો છે. પરંતુ અનેકવાર એવું થાય છે કે, આધાર કાર્ડમાં કેટલીક ભૂલ રહી જવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકારે પેન્શન, સબસીડી જેવી યોજનાઓને આધાર સાથે લિંક કરી છે. તેથી આધાર કાર્ડમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ. લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને યુનિક આઈડેન્ટીફિકેશન ઓફ ઈન્ડિયા (UIDAI)માં આધાર નંબરમાં નામ, ફોન નંબર કે પછી જન્મતિથિમાં ચેન્જિસ કરવા મામલે પોતાના નિયમોમાં બદલાવ કર્યો છે.

Nov 2, 2019, 11:40 AM IST
Kamlesh Tiwari murder case, Ashfaq created false Aadhar card PT4M12S

કમલેશ તિવારી હત્યા કેસ, અશકાફે બનાવ્યું ખોટું આધારકાર્ડ

કમલેશ તિવારી હત્યા મામલામાં એક નવો વળાંક આવ્યો છે. અશફાકે ખોટું આધાર કાર્ડ બનાવ્યાનો દાવો કર્યો હતો. જૈમીન બાપુ નામના યુવકે દ્વારા આ પ્રકારોન દાવો કરવામાં આવ્યો છે. અશફાકે રોહિત સોલંકીનું આધારકાર્ડ બનાવ્યું હતું. જૂન મહિનામાં આધારકાર્ડની કોપી આપી હતી.

Oct 20, 2019, 11:55 PM IST