Gautam Adani નો થયો 'ધારાવી સ્લમ', સૌથી મોટી બોલી લગાવી જીત્યો રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ

Adani Group wins mumbai Dharavi: ધારાવી રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટે અદાણી ગ્રુપની બોલી 5069 કરોડ રૂપિયા હતી, જ્યારે ડીએલએફની બોલી 2025 કરોડ હતી. સરકારે 17 વર્ષમાં ધારાવી સ્લમના રિડેવલોપમેન્ટનું કામ પૂરુ થવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. 

Gautam Adani નો થયો 'ધારાવી સ્લમ', સૌથી મોટી બોલી લગાવી જીત્યો રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ

મુંબઈઃ Adani Group Wins mumbai Dharavi Redevelopment: દેશ જ નહીં, દુનિયાના દિગ્ગજ ઉદ્યોગપતિ  ગૌતમ અદાણીએ એક મોટો સોદો કર્યો છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, મુંબઈની ધારાવીની વિશ્વના ત્રીજા સૌથી ધનિક અને એશિયાની સૌથી ધનિક ગણાતા ગૌતમ અદાણીની કંપની દ્વારા પુનઃવિકાસ કરવામાં આવશે. આ રેસમાં તમામ કંપનીઓને પછાડીને અદાણી ગ્રૂપની કંપની અદાણી રિયલ્ટીએ ધારાવી ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસના પ્રોજેક્ટ માટે બિડ જીતી લીધી છે. હવે ગૌતમ અદાણી આ પ્રોજેક્ટ પૂર્ણ કરશે.

ગૌતમ અદાણીએ બિડ જીતી હતી
પીટીઆઈના અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર સરકારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે મળેલી બિડ 29 નવેમ્બર મંગળવારના રોજ ખોલી હતી, જેમાં ઘણી હસ્તીઓ હાજરી આપી હતી. પ્રોજેક્ટના સીઈઓ એસવીઆર શ્રીનિવાસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 'આ માટે ત્રણ બિડ મળી હતી, જેમાંથી નમન ગ્રુપની એક બિડ બિડિંગમાં ક્વોલિફાય થઈ શકી નહોતી. આ પછી અદાણી રિયલ્ટી અને ડીએલએફની બિડ ખોલવામાં આવી હતી.

અદાણી ગ્રુપે આટલી બોલી લગાવી હતી
CEOના જણાવ્યા અનુસાર, 'ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે આ પ્રોજેક્ટ માટે DLF કરતાં બમણી કરતાં વધુ બોલી લગાવી હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે અદાણીની બિડ રૂ. 5,069 કરોડ હતી, જ્યારે DLFની ધારાવી રિડેવલપમેન્ટ માટે રૂ. 2,025 કરોડની બિડ હતી. તમને જણાવી દઈએ કે ધારાવી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર 2.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જેના માટે સરકારે સાત વર્ષની સમયમર્યાદા નક્કી કરી છે.

હવે થશે મોટો ફાયદો
હકીકતમાં સરકારે તે માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે. સરકારે તે નક્કી કર્યું હતું કે કોઈ કંપનીની સાથે કરાર કરી સ્લમ એરિયાને ડેવલોપ કરશે.  Dharavi redevelopment Project થી આ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોને મોટો ફાયદો થશે. સરકારે મુંબઈને શાનદાર બનાવવાની દિશામાં આ પગલું ભર્યું છે. 

આ પ્રોજેક્ટ હેઠળ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મફત મકાનો મળશે, જેનાથી તેમનું જીવનધોરણ વધશે. કમેન્સમેન્ટ સર્ટિફિકેટ જારી થયા બાદ પ્રથમ તબક્કાનું કામ 7 વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેતા 6.5 લાખ લોકોનું પુનર્વસન કરવાનો લક્ષ્યાંક છે. ધારાવી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર 2.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જેનો સમગ્ર પ્રોજેક્ટ 20,000 કરોડ રૂપિયાથી વધુનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news