અદાણી ગ્રુપની કંપનીના શેરમાં રોકાણ કરવાની શાનદાર તક, જાણો માહિતી

દેશના જાણીતા બિઝનેસમેન ગૌતમ અદાણીની વધુ એક કંપની શેરબજારમાં ઉતરી રહી છે. અદાણી ગ્રુપની એક એફએમસીજી (FMCG) કંપની છે, અદાણી વિલ્મર (Adani Wilmar) જેનો આઈપીઓ આજે એટલે કે 27 જાન્યુઆરીએ ખુલી ગયો છે. જેના પર આગામી 31મી જાન્યુઆરી સુધી બોલી લગાવી શકાશે. આ માટે પ્રાઈસ બેન્ડ 218-230 રૂપિયા રાખવામાં આવી છે. 
અદાણી ગ્રુપની કંપનીના શેરમાં રોકાણ કરવાની શાનદાર તક, જાણો માહિતી

નવી દિલ્હી: દેશના જાણીતા બિઝનેસમેન ગૌતમ અદાણીની વધુ એક કંપની શેરબજારમાં ઉતરી રહી છે. અદાણી ગ્રુપની એક એફએમસીજી (FMCG) કંપની છે, અદાણી વિલ્મર (Adani Wilmar) જેનો આઈપીઓ આજે એટલે કે 27 જાન્યુઆરીએ ખુલી ગયો છે. જેના પર આગામી 31મી જાન્યુઆરી સુધી બોલી લગાવી શકાશે. આ માટે પ્રાઈસ બેન્ડ 218-230 રૂપિયા રાખવામાં આવી છે. 

31 જાન્યુઆરીએ ઈશ્યૂ બંધ થશે
મળતી માહિતી મુજબ કંપનીનો આ ઈશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ શેર છે એટલે કે ઈશ્યૂથી ભેગા કરાયેલા પૈસા કંપનીની પાસે આવશે. Adani Wilmar નો ઈશ્યૂ 31 જાન્યુઆરીએ બંધ થશે. અદાણી વિલ્મરે જણાવ્યું કે IPO થી ભેગી થનારી રકમમાંથી 1900 કરોડ રૂપિયાનો ઉપયોગ કેપિટલ એક્સપાન્ડેચરમાં કરવામાં આવશે. જ્યારે લગભગ 1058.9 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપનીના દેવા દૂર કરવામાં થશે અને બાકીના 450 કરોડ રૂપિયા રણનીતિક અધિગ્રહણ અને રોકાણના બીજા અવસરોમાં ખર્ચ કરાશે. 

રોકાણ કરવું કે નહીં
ચોઈસ બ્રોકિંગ એક્સપર્ટ્સનું માનીએ તો અદાણી વિલ્મર પાસે મજબૂત બ્રાન્ડ રિકોલ, વ્યાપક ડિસ્ટ્રીબ્યૂશન, સારો નાણાકીય ટ્રેક રેકોર્ડ અને હેલ્ધી ROE છે. તમામ પોઝિટિવ ફેક્ટર્સને ધ્યાનમાં રાખતા એવું માનવામાં આવી રહ્યું છે કે તે વેલ્યુએશન રિઝનેબલ લેવલ પર છે. આથી આ તમામ વાતોને ધ્યાનમાં રાખતા આ ઈશ્યૂ સબ્સ્ક્રિપ્શનને 'રેટિંગ'ની સલાહ આપીએ છીએ. જ્યારે એન્જેલ વને કહ્યું કે કાચા માલની કિંમતોમાં અસ્થિરતા અને પ્રતિસ્પર્ધામાં વૃદ્ધિ કંપનીની લાભપ્રદતાને પ્રભાવિત કરે છે. 

જાણો કંપની વિશે
અત્રે જણાવવાનું કે Adani Wilmar ગૌતમ અદાણીના માલિકી હકવાળા અદાણી ગ્રુપ અને સિંગાપુરના વિલ્મર ગ્રુપે મળીને બનાવેલી 50:50 ટકા ભાગીદારીવાળી જોઈન્ટ વેન્ચર કંપની છે. કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલ વેચે છે. ખાદ્ય તેલ ઉપરાંત કંપની ચોખા, લોટ, અને ખાંડ પણ વેચે છે. આ ઉપરાંત કંપની સાબુ, હેન્ડવોશ અને સેનેટાઈઝર જેવી પ્રોડક્ટ પણ વેચે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news