Good News: જો આ 3 બેંકમાં તમારું ખાતું હોય તો થઈ જાઓ ખુશ...તમને મળી રહી છે આ જબરદસ્ત સુવિધા

હાલમાં જ રિઝર્વ બેંકની એક કમિટીએ બેંકોને ગ્રાહકોની ફ્રી લિમિટ ખતમ થયા બાદ એટીએમ ચાર્જને વધારવાની મંજૂરી આપી છે.  સ્પષ્ટ છે કે પહેલેથી નિર્ધારિત ફ્રી લિમિટ ખતમ થયા બાદ એટીએમથી કેશ કાઢવી મોંઘી બનશે.

Good News: જો આ 3 બેંકમાં તમારું ખાતું હોય તો થઈ જાઓ ખુશ...તમને મળી રહી છે આ જબરદસ્ત સુવિધા

નવી દિલ્હી: હાલમાં જ રિઝર્વ બેંકની એક કમિટીએ બેંકોને ગ્રાહકોની ફ્રી લિમિટ ખતમ થયા બાદ એટીએમ ચાર્જને વધારવાની મંજૂરી આપી છે. હકીકતમાં કેન્દ્રીય બેંકે બેંકોને હાયર ઈન્ટરચેન્જ ચાર્જ અને એટીએમ ઓપરેશનલ કોસ્ટ (ATM Operational Cost) માં વધારાની ક્ષતિપૂર્તિના નામ પર તેની મંજૂરી આપી હતી. સ્પષ્ટ છે કે પહેલેથી નિર્ધારિત ફ્રી લિમિટ ખતમ થયા બાદ એટીએમથી કેશ કાઢવી મોંઘી બનશે. આવામાં કેટલીક બેંકોએ પોતાના ગ્રાહકોને અનલિમિટેડ કેશ ઉપાડની છૂટ આપી છે. 

અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન
આ વર્ષે ઓગસ્ટ મહિનાની પહેલી તારીખથી બેંક પોતાની આ ફીમાં વધારો કરી નાખશે. હાલના નિયમોની વાત કરીએ તો અત્યારે દેશમાં મોટાભાગની પ્રાઈવેટ અને સરકારી બેંક અર્બન સિટી અને ટાઉનમાં 3થી 5 ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં બેંક વધુમાં વધુ 5 એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. જે બેંકોએ પોતાના ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી કેશ વિથડ્રોઅલની સુવિધા આપી છે તેમના નામ અમે તમને જણાવીએ છીએ. આ બેંકના નામ છે ઈન્ડસઈન્ડ બેંક (IndusInd Bank), આઈડીબીઆઈ બેંક (IDBI Bank) અને સિટી બેંક (Citi Bank).

કેથ વિથડ્રોઅલ પર લાગતા ચાર્જ હવે 21 રૂપિયાની જગ્યાએ 21 રૂપિયા કરી દેવાયો છે. એ જ રીતે આરબીઆઈએ બેંકોને ઈન્ટરચેન્જ ચાર્જ તરીકે 16 રૂપિયાની જગ્યાએ 17 રૂપિયા વસૂલવાની મંજૂરી આપી છે. કાર્ડ ઉપલબ્ધ કરાવતી બેંક દ્વારા જેનું એટીએમ કેશ કાઢવા માટે ઉપયોગમાં લેવાય તે બેંકને ચૂકવણી થાય છે. જ્યારે નોન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝકેશન એટીએમ ચાર્જ 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરી દેવાયો છે. 

વિશેષજ્ઞોના મત
બેંકબજારના જણાવ્યાં મુજબ જો તમે IDBI બેંકના ગ્રાહક છો કે બેંકમાં ખાતું ખોલાવવાની યોજના બનાવી રહ્યા છો તો તમે જાણી લો કે બેંક તમને એટીએમ પર ફ્રી અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન ઓફર કરી રહી છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક ભારતમાં કોઈ પણ બેંકના એટીએમ પર અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સગવડ આપે છે. બેંકની વેબસાઈટ મુજબ દેશમાં કોઈ પણ એટીએમમાં તમે ઈન્ડસઈન્ડ બેંક ડેબિટ કાર્ડ સાથે અનલિમિટેડ ફ્રી એટીએમ વિથડ્રોઅલ કરી શકો છો.

Sexual Health: સેક્સ માટે આ સમય છે એકદમ ઉત્તમ, તમારા પાર્ટનરને મળશે પૂરેપૂરો સંતોષ, જિંદગી બની જશે ખુશહાલ

આ બાજુ સિટી બેંક ભલે ભારતમાં પોતાનો વેપાર સમેટી રહી હોય પરંતુ જ્યાં સુધી બેંકિંગ ચાલુ રહેશે ત્યાં સુધી તેના ગ્રાહકો આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news