IPO Alert: ગ્રે માર્કેટમાં જબરદસ્ત ધમાલ! 165 રૂપિયા નફો કરાવી રહ્યો છે આ IPO, જાણો ક્યારથી ખુલશે

Awfis Space Solutions IPO: આ આઈપીઓ ગ્રે માર્કેટમાં તગડો રિસ્પોન્સ મેળવી રહ્યો છે. ગ્રે માર્કેટમાં આઈપીઓ 43% પ્રીમીયમ એટલે કે 165 રૂપિયાનો વધારો દેખાડી રહ્યો છે. અત્રે જણાવવાનું કે આઈપીઓની ઈશ્યુ પ્રાઈસ 364-383 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

IPO Alert: ગ્રે માર્કેટમાં જબરદસ્ત ધમાલ! 165 રૂપિયા નફો કરાવી રહ્યો છે આ IPO, જાણો ક્યારથી ખુલશે

Awfis Space Solutions IPO: વર્કપ્લેસ સોલ્યુશન પ્રોવાઈડર કંપની ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડનો આઈપીઓ આવતી કાલે એટલે કે 22મી મેના રોજ લોન્ચ થઈ રહ્યો છે. આ આઈપીઓ ગ્રે માર્કેટમાં તગડો રિસ્પોન્સ મેળવી રહ્યો છે. ગ્રે માર્કેટમાં આઈપીઓ 43% પ્રીમીયમ એટલે કે 165 રૂપિયાનો વધારો દેખાડી રહ્યો છે. અત્રે જણાવવાનું કે આઈપીઓની ઈશ્યુ પ્રાઈસ 364-383 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટ પ્રીમીયમ પ્રમાણે આઈપીઓનું લિસ્ટિંગ 548 રૂપિયા પર થઈ શકે છે. 

આઈપીઓની માહિતી
ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડનો આઈપીઓ 599 કરોડ રૂપિયાનો છે. કંપનીનો આઈપીઓ 22મી મેના રોજ ખુલશે અને 27મી મેના રોજ બંધ થશે. આઈપીઓ હેઠળ 128 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડવામાં આવશે. જેમાં 1.23 કરોડ શેરોનું OFS પણ સામેલ છે. આઈપીઓનો કુલ આકાર 599 કરોડ રૂપિયા બેસે છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યુરિટીઝ લિમિટેડ અને એમકે ગ્લોબલ ફાઈનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ નિર્ગમની પ્રબંધક છે. અત્રે જણાવવાનું કે આ આપીઓ દ્વારા ભેગા કરાયેલા પૈસાને કંપની નવા કેન્દ્રોની સ્થાપના, કંપનીની વર્કિંગ કેપિટલની જરૂરિયાત અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેશે. 

લોટ સાઈઝ
ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ આઈપીઓના એક લોટમાં 39 શેર છે. એટલે કે રોકાણકારો ઓછામાં ઓછું 39 ઈક્વિટી શેરો માટે બોલી લગાવી શકે છે. શેરોને બીએસઈ અને એનએસઈ બંને પર લિસ્ટિંગ કરવામાં આવશે. અંદાજિત લિસ્ટિંગ તારીખ ગુરુવાર 30 મે 2024 નિર્ધારિત કરાઈ છે. 

કંપની વિશે માહિતી
ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડની સ્થાપના 2014માં થઈ હતી અને તે ભારતની સૌથી મોટી ફ્લેક્સિબલ વર્કસ્પેસ સોલ્યુશન્સ કંપની છે. 31 ડિસેમ્બર 2023 સુધી કંપની ભારતના 16 શહેરોમાં અવેલેબલ છે. કંપનીના આ શહેરોમાં કુલ 169 કેન્દ્રો છે, જેમાં કુલ 105258 સીટો છે અને કુલ ઉપયોગ યોગ્ય ક્ષેત્ર 5.33 મિલિયન વર્ગફૂટ છે. 31 ડિસેમ્બરે 2023 સુધીમાં કંપનીના 2295થી વધુ ગ્રાહકો છે. 

 (Disclaimer: અહીં ફક્ત આઈપીઓ વિશે જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news