ધોળા દિવસે માત્ર 1 કલાક બંધ હતું ઘર અને ત્રાટક્યા ચોર, લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા ચોર

જામનગરમાં ધોળા દિવસે એક ઘરમાં ચોરી થઈ છે. એક ખેડૂતના મકાનમાં આ ચોરી થઈ છે. દિવસ દરમિયાન ખેડૂત પરિવાર માત્ર એક કલાક માટે ઘર બંધ કરી બહાર ગયો હતો અને ચોર ત્રાટક્યા હતા. 

ધોળા દિવસે માત્ર 1 કલાક બંધ હતું ઘર અને ત્રાટક્યા ચોર, લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા ચોર

મુસ્તાલ દલ, જામનગરઃ તમે ક્યારેક એમ વિચારો કે માત્ર કલાક માટે બહાર જવું છે એનાથી શું થઈ જશે. તો સાવધાન ચોરો 60 મિનિટનો પણ ફાયદો ઉઠાવી શકે છે અને તમને કરી શકે છે ખાલી,,કેમકે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં માત્ર એક કલાક ઘર રહ્યું બંધ અને તસ્કરો કરી ગયા હાથફેરો..કરી સાડા સાત લાખની કિંમતના ઘરેણા અને રોકડની ચોરી...ત્યારે કઈરીતે લૂંટારુંઓએ થોડાક જ સમયની અંદરમાં આપ્યો ચોરીને અંજામ અને શું હતી તેમની મોડસ ઓપરેન્ડી જોઈએ આ રિપોર્ટમાં..

જામનગર તાલુકાના નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ધોડે દહાડે ચોરી થઈ... અને માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂપિયા સાડા સાત લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી.ની ટીમને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ રૂપિયા ૨૧.૭૬ લાખની માલમતા કબજે કરી છે, જ્યારે એક મહિલા આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.

કઈરીતે આ ચોરોએ ચોરીને અઁજામ આપ્યો તેની વાત કરીએ તો...ચોરોએ હથિયાર વડે પહેલા તો મુખ્ય દરવાજા તથા ઓસરીની ગ્રીલ તોડી અને  રૂમના નકુચાઓ તોડીઘરમાં ઘૂસ્યા,,,,તેઓએ કબાટમાથી સોના,ચાંદીના દાગીના અને રોકડ રૂપીયાની ઉઠાંતરી કરી....અને એક જ કલાકની અંદર ચોરો સાડાસાત લાખની મત્તાની ચોરી કરી છૂમંતર થઈ ગયા..

પોલીસે પકડી પાડેલા બંને તસ્કરો અન્ય એક મહિલા રમાબેન વાઘેલાને સાથે રાખીને ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ગામમાં પ્રવેશતા હતા, અને રેકી કરી લીધા બાદ બંધ મકાનને નિશાન બનાવી લઈ ચોરી કરતા હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. આથી પોલીસે તેની અન્ય એક મહિલા સાગરીત રમાબેનને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. 

હાલતો પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરતા તેમણે જામનગર જિલ્લામાં અન્ય કેટલાક ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાબતે પણ બંને આરોપીઓની વધુ પૂછપરછ ચલાવી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news