₹75 થી વધી ₹2625 ને પાર પહોંચ્યો આ શેર, 10 મહિનામાં 3400% રિટર્ન, ઈન્વેસ્ટરો માલામાલ

Bondada Engineering Share: શેર બજારમાં આજે શુક્રવારે ઈન્ટ્રાડે કારોબાર દરમિયાન બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં ગજબની તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. 
 

₹75 થી વધી ₹2625 ને પાર પહોંચ્યો આ શેર, 10 મહિનામાં 3400% રિટર્ન, ઈન્વેસ્ટરો માલામાલ

Bondada Engineering Share: શેર બજારમાં આજે શુક્રવારે ઈન્ટ્રાડે કારોબાર દરમિયાન બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીના શેર 5 ટકાની અપર સર્કિટ સાથે 2625.55 રૂપિયા પર પહોંચી ગયા હતા. શેરમાં આ તેજીની પાછળ એક મોટો ઓર્ડર છે. હકીકતમાં કંપનીએ ગુરૂવારે બજાર બંધ થવા સમયે જાહેરાત કરી કે તેને 316.82 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. ત્યારબાદ શુક્રવારે કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી. નોંધનીય છે કે કંપનીનો આઈપીઓ પાછલા વર્ષે ઓગસ્ટમાં 75 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. ત્યારથી આ શેર ઈન્વેસ્ટરોને સતત કમાણી કરાવી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરમાં 530 ટકાની તેજી આવી છે. એક વર્ષમાં તેમાં 1600% ટકાથી વધુની તેજી અને આઈપીઓ પ્રાઇઝના આ મુકાબલે અત્યાર સુધી શેર 3400% વધી ગયો છે. 

શું છે ડિટેલ
બોન્ડાડા એન્જિનિયરિંગે એક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું- અમે સ્ટોક એક્સચેન્જને જણાવવા ઈચ્છીએ છીએ કે કંપનીની સહાયક કંપનીઓમાંથી એક બોન્ડાડા મેનેઝ્ડ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડને રિલાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડથી વર્ક ઓર્ડર પ્રાપ્ત થયો છે. આ ઓર્ડરનો સમયગાળો ત્રણ વર્ષ 1 જુલાઈ 2024થી 30 જૂન 2027 સુધી છે. 

કંપનીએ એક નિવેદનમાં કહ્યું- ઓર્ડરની કિંમત જીએસટી સહિત 316,82,95,398 રૂપિયા છે. ઓર્ડરની શરતો અનુસાર કંપની મુખ્ય રૂપથી નીચેની કામગીરી અને જાળવણીનું ધ્યાન રાખશે: TG મેઈન SP O&M કોન્ટ્રાક્ટ ફેસિલિટી, TG Main SP O&M કોન્ટ્રાક્ટ ફાઈબર FTTX; અને ટીજી મેઈન એસપી ઓ એન્ડ એમ કોન્ટ્રાક્ટ ટાવર. કંપનીએ કહ્યું કે વાર્ષિક ઓર્ડર વેલ્યુ 1,05,60,98,466 રૂપિયા GST સહિત છે.

કંપનીનો કારોબાર
બોન્ડાડા એન્જિનિયરિંગ લિમિટેડ વર્ષ 2012ની કંપની છે. તે ખાસ કરી ટેલીકોમ અને સોલર એનર્જી સેક્ટર્સ માટે વ્યાપક એન્જિનિયરિંગ, ખરીદ અને નિર્માણ (ઈપીસી) સેવાઓ, સાથે સંચાલન અને મેન્ટેનન્સ (ઓ એન્ડ એમ) સેવાઓ પ્રદાન કરવામાં નિષ્ણાંત છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news