સમગ્ર વિશ્વની જેની પર નજર હતી. વિશ્વના સૌ લોકો જેના માટે આતુર હતા તે અમેરિકાના પ્રેસિડન્ટ કોણ બનશે તેનો આખરે અંત આવ્યો. આ વખતે ડૉનાલ્ડ ટ્રમ્પ બાજી મારી ગયા. ભારતીય મૂળના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસનો પન્નો ટૂંકો પડ્યો
અમેરિકાની ચૂંટણી સીઝનમાં અલગ અલગ સમુદાયોને સાંધવાની ભરપૂર કોશિશ થઈ રહી છે. દિવાળીના તહેવાર પર હવે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશના હિન્દુઓની વાત કરી છે.
બાઇડેન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કેપિટલ હિલ હિંસાના ફુટેજ પણ સામેલ છે. ચૂંટણી હાર્યા બાદ અમેરિકી રાજધાની વોશિંગટનના કેપિટલ હિલમાં ટ્રમ્પ-સમર્થકોએ તોફાન મચાવ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential Election)માં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન (Joe Biden)ને જીત મળી છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)પોતાની હાર માનવા માટે તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરી ફરી એકવાર પોતાની જીતનો દાવો કર્યો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી (US Presidential Election) ને લઇને વોટોની ગણતરી ચાલુ છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન (Joe Biden)જીતની ખૂબ નજીક પહોંચી ગયા છે અને તેમણે પરિણામો બાદ હિંસાની આશંકા વ્યક્ત કરી છે.
વ્હાઇટ હાઉસ રેસ માટે નિર્ણાયક એવા પેન્સિલવેનિયા રાજ્યમાં નવ વાગ્યે (ઇએસટી) જો બિડેને (Joe Biden) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને પછાડ્યા છે. બિડેન હવે 5,587 મતો સાથે આગળ છે અને મતપત્રોની ગણતરી હજી બાકી છે. જો બિડેન પેન્સિલ્વેનિયા જીતે છે, તો તેમના માટે વ્હાઇટ હાઉસનો માર્ગ સ્પષ્ટ થઈ જશે અને તે રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election)માં વિજય મેળવશે. તે જ સમયે, ચૂંટણીની રેસમાં ટકી રહેવા માટે ટ્રમ્પે આ રાજ્ય જીતવું પડશે. વિજેતાને રાજ્યમાં 20 ઇલેક્ટોરલ મત મળશે.
સર્વેમાં તે વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે મતદાનના દિવસ સુધી જો બાઇડેન પાછલી ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર રહેલા હિલેરી ક્લિન્ટનથી વધુ સમર્થન મેળવી લેશે.
અમેરિકામાં જેમ જેમ રાષ્ટ્રપતિ ચૂંટણી (us presidential election)નજીક આવી રહી છે તેમ તેમ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)અને જો બિડેન (joe biden ) વચ્ચે તણખા ઝરી રહ્યા છે. ટ્રમ્પ રિપબ્લિકન અને બિડેન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. અત્રે જણાવવાનું કે અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે. જેમાં 77 વર્ષના બિડેનનો મુકાબલો 74 વર્ષના ટ્રમ્પ સામે છે. રાષ્ટ્રીય ઓપિનિયન પોલ મુજબ તેમા બિડેનને ટ્રમ્પ પર લીડ મળેલી છે.
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential election)માં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેને (Joe Biden) કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો તેમનું પ્રશાસન ભારત પર આવનારા દરેક જોખમનો મુકાબલો કરવા માટે ભારતની પડખે રહેશે. ભારતીય મૂળના કમલા હેરિસને પોતાના રનિંગ મેટ બનાવનારા બિડને ભારત અને અમેરિકા વચ્ચેના 'સંબંધો' વધુ મજબુત બનાવવા માટે આહ્વાન કર્યું. તેમણે H1-B વિઝા વિરુદ્ધ એક્શન લેવા બદલ ટ્રમ્પની ટીકા પણ કરી અને વચન આપ્યું કે તેઓ રાષ્ટ્રપતિ બનશે તો ભારતીય સમુદાય પર ભરોસો કરતા રહેશે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાની દાવેદારી રજુ કરવા જઇ રહેલ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ તુલસી ગાબાર્ડે તેમના પર હિંદુ રાષ્ટ્રવાદી હોવાનો આરોપ લગાવનારા પોતાનાં આલોચકોને આકરો જવાબ આપ્યો છે. તુલસીએ આલોચકોને જવાબ આપતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારી મુલાકાતને તેના પુરાવા તરીકે દર્શાવ્યા ગયા જ્યારે મોદીને મળનારા બિન હિંદુ નેતાઓ પર કોઇ સવાલ નથી ઉઠાવાયો જે બેવડા માપદંડોને દેખાડે છે. ઉલ્લેખનીય છે કે, 37 વર્ષની તુલનીએ 2020માં રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે અને એવુ કરનારી આ અમેરિકી ઇતિહાસમાં પહેલી હિંદુ છે.