RBI MPC Meeting: લોન પર મકાન લેનારા કરોડો લોકોને નડશે RBI નો આ કડક નિર્ણય

RBI Monetary Policy Committee Meet News: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યા પછી આ પ્રથમ RBI MPCની બેઠક છે. જોકે, સામાન્ય માણસોને આ બેઠકમાં લેવાયેલાં નિર્ણયથી કોઈ લાભ નહીં થાય.સસ્તી લોનની આશા પર પાણી! RBIએ ના આપી કોઈ રાહત, કેટલો છે રેપો રેટ?

RBI MPC Meeting: લોન પર મકાન લેનારા કરોડો લોકોને નડશે RBI નો આ કડક નિર્ણય

RBI Monetary Policy Committee Meet Latest Update: દેશભરના લોકોની નજર આજે મળનારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસીની બેઠક પર હતી. જોકે, લોકોની આશા અપેક્ષાઓ સાવ ઠગારી નીવડી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલેકે, આરબીઆઈ દ્વારા કોઈ જ રાહત આપવામાં આવી નથી. રેપો રેટમાં કોઈ જ પ્રકારનો ઘટાડો કરાયો નથી. તેથી સસ્તી લોનની રાહ જોઈને બેસેલાં લોકોની આશા સાવ ઠગારી નીવડી છે. જેના કારણે લોન પર મકાન લેવાનું વિચારી રહેલાં કરોડો લોકોને મોટો ઝટકો પહોંચ્યો છે. જાણો અત્યારે કેટલો છે રેપો રેટ....તમે લોન લેશો તો કેટલું ચુકવવું પડશે વ્યાજ

ઉલ્લેખનીય છેકે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યા પછી આ પ્રથમ RBI MPCની બેઠક છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કર્યા છે. નિષ્ણાતો માને છે કે આ બેઠકના પરિણામોની જાહેરાત કરતી વખતે, RBI ગવર્નર શક્તિકાંત દાસ રેપો રેટને સ્થિર રાખી શકે છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્રીય બેંક એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ અને ફુગાવાને નિયંત્રિત કરશે. નોંધનીય છે કે શક્તિકાંત દાસે પહેલેથી જ સંકેત આપ્યા હતા કે આગામી વર્ષમાં વિકાસ દર 7 ટકાની આસપાસ રહી શકે છે, જ્યારે ફુગાવાનો દર સરેરાશ 4.5 ટકાની આસપાસ રહેશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જાણકારી આપી છે. રેપો રેટ સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવ્યો છે. એટલે કે સામાન્ય લોકોને હજુ પણ સસ્તી લોન માટે રાહ જોવી પડશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ છેલ્લે રેપો રેટ વધાર્યો હતો. કેન્દ્રીય બેંકે છેલ્લે 8 ફેબ્રુઆરી, 2023ના રોજ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ તેમાં ફેરફારની શક્યતા ઓછી છે.

વર્તમાન દરઃ

પોલિસી રેપો રેટ (Policy Repo Rate): 6.50%

સ્થાયી થાપણ સુવિધા દર (Standing Deposit Facility Rate): 6.25%

સીમાંત સ્થાયી સુવિધા દર (Marginal Standing Facility Rate): 6.75%

બેંક રેટ (Bank Rate): 6.75%

ફિક્સ્ડ રિવર્સ રેપો રેટ (Fixed Reverse Repo Rate): 3.35%

અનામત ગુણોત્તર (Reserve Ratios)

CRR: 4.50%

SLR: 18.00%

સામાન્ય રીતે આરબીઆઈની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની સામાન્ય લોકો પર જ અસર થતી નથી પરંતુ શેરબજાર પણ તેના પર ચાંપતી નજર રાખે છે. કેન્દ્રીય બેંક દ્વારા કરવામાં આવેલી જાહેરાતોની અસર ઘણી કંપનીઓ અથવા બેંકિંગ શેરો પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ વખતે પણ જોવા મળી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સેન્ટ્રલ બેંકના નિર્ણયો બજારમાં તેજી લાવે છે કે પછી ઘટાડાનું કારણ બને છે.

રેપો રેટ એ દર છે કે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનેટરી ઓથોરિટી દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. હકીકતમાં, રેપો રેટની અસર સામાન્ય લોકો દ્વારા બેંકોમાંથી લેવામાં આવેલી લોનની EMI પર જોવા મળે છે. જો રેપો રેટમાં ઘટાડો થાય છે તો સામાન્ય લોકોની હોમ અને કાર લોનની EMI ઘટે છે અને જો રેપો રેટ વધે છે તો કાર અને હોમ લોનના ભાવ વધે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news