વીડિયોકોન -ICICI લોન: ચંદા કોચરના દિયરની એરપોર્ટ પર અટકાયત
આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા વીડિયોકોનને આપવામાં આવેલ લોનનાં મુદ્દે બેંકનાં સીઇઓ ચંદા કોચરનાં પરિવાર પર સકંજો કસાઇ રહ્યો છે. ચંદા કોચરનાં દિયરને મુંબઇ એરપોર્ટથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
- ઇમીગ્રેશન વિભાગ દ્વારા રાજીવ કોચરની અટકાયત કરવામાં આવી
- સીબીઆઇ દ્વારા રાજીવ કોચરની કસ્ટડીમાં લઇને પુછપરછ કરાઇ
- સીબીઆઇ દ્વારા ચંદા કોચરને પણ પુછપરછ માટે બોલાવાય તેવી વકી
Trending Photos
મુંબઇ : આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા વીડિયોકોનને આપવામાં આવેલ લોનનાં મુદ્દે બેંકનાં સીઇઓ ચંદા કોચરનાં પરિવાર પર સકંજો કસાઇ રહ્યો છે. ચંદા કોચરનાં દિયરને મુંબઇ એરપોર્ટથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ઇમિગ્રેશન ઓથોરિટીએ તેને તે સમયે અટકાવી દીધો જ્યારે તે એક દક્ષિણ પુર્વી એશિયન દેશ માટે ઉડ્યન ભરવા જઇ રહ્યા હતા. તેની અટકાયત કરી લેવામાં આવ્યા બાદ સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો હતો. સીબીઆઇ અધિકારી વીડિયોકોન ગ્રુપની સામે લેવડ દેવડ મુદ્દે પુછપરછ કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, સીબીઆઇએ રાજીવ કોચર વિરુદ્ધ લુકઆઉટ સર્કુલર ઇશ્યું કર્યું હતું. ચંદા કોચરનાં પતિ દીપક કોચર અને વીડિયો કોન ગ્રુપનાં ચેરમેન વેણુગોપાલ ઘૂતની વિરુદ્ધ સીબીઆઇ પ્રારંભઇક તપાસનો કેસ દાખલ કરી ચુક્યો છે. સીબીઆઇ દીપક કોચરની કંપની ન્યૂપાવરની વિરુદ્ધ લાગેલા તે આરોપોની તપાસ કરવામાં આવી રહી છે જેનાં અનુસાર કંપનીને આઇસીઆઇસીઆઇ બેંકની તરફથી આપવામાં આવેલ લોન બદલે વીડિયોકોન ગ્રુપનાં પ્રમોટર વેણુગોપાલ ઘૂત પાસેથી ફંડ મળ્યું છે. સીબીઆઇ દીપક કોચરની પુછપરછ માટે બોલાવી શકે છે. તેનું નામ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સીબીઆઇ તે ભાળ મેળવવા માટે પોતાની પ્રાથમિક તપાસમાં આઇસીઆઇસીઆઇ બેંકનાં કેટલાક અન્ય અધિકારીઓની પણ પુછપરછ કરી છે કે શું ધુત્ત વીડિયોકોન ગ્રુપનાં 2012માં બેંક તરફથી મળેલ 3250 કરોડ રૂપિયાની લોન બદલે કોઇ રકમ ચુકવી છે. સુત્રોએ જણાવ્યું કે, દીપક કોચર અને ધુત સાથે આઇસીઆઇસીઆઇ બેંકનાં અજાણ્યા બેંક અધિકારીઓને જલ્દી તપાસ માટે બોલાવવાાં આવી શકે છે. ચંદા કોચરને પણ તપાસ માટે બોલાવવા કે નહી તે ડોક્યુમેન્ટ્સની તપાસ બાદ જાણવા મળશે. સીબીઆઇએ વીડિયોકોનનાં કુલ 40 હજાર કરોડની લોન અને દીપક કોચર અને ધૂતની NRPLનાં ડોક્યુમેન્ટ એકત્ર કરી લીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે