હાઉસિંગ અને રિયલ એસ્ટેટમાં સતત સુધારો, હાલમાં આ વ્યૂરચના શ્રેષ્ઠ
ભારત (India) માં કોરોનાના કેસોમાં વધારાને કારણે રિઝર્વ બેન્કની એમપીસી સાવધ વલણ જાળવી રાખીને આર્થિક વૃદ્ધિને સપોર્ટ આપવાનું અને લિક્વિડિટીમાં વધારો કરવાનું ચાલુ રાખે તેવી ધારણા છે.
Trending Photos
નવી દિલ્હી: અમેરિકા (America) માં અંદાજ કરતાં વધુ સારા જોબ ડેટા (Job Data) અને સર્વિસ ક્ષેત્રને વૃદ્ધિની વચ્ચે અમેરિકાનું બજાર ઊંચા સ્તરે બંધ આવતા ભારત (India) ના બજારમાં ગઇકાલની વેચવાલી બાદ થોડી મજબૂતાઈ જોવા મળી હતી. બજારના પરિપ્રેક્ષ્યમાં મહત્ત્વનું ફંડામેન્ટલ પરિબળ એ છે કે અમેરિકા અને ચીન (China) વૈશ્વિક રિકવરીની આગેવાની લઈ રહ્યાં છે. તેનાથી ખાસ કરીને ભારત જેવા ઉભરતા બજારોમાં અર્નિંગ ગ્રોથને પોઝિટિવ અસર થશે.
બજારમાં ફરી એકવાર આપણને બ્રોડબેસ્ડ તેજી જોવા મળી છે, જે તંદુરસ્તીના સંકેત છે. નિફ્ટી (Nifty) માં ચાલુ વર્ષે અત્યાર સુધી 4.7 ટકા સુધી વધારો થયો છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં આ સમયગાળામાં 15 અને 14 ટકા સુધી તેજી આવી છે. આ ચડિયાતો દેખાવ ચાલુ રહેવાની ધારણા છે, કારણ કે આ સેગમેન્ટ હજુ પણ વેલ્યૂ દેખાય છે.
આસિફ હિરાણી (ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝ) ના મતે ભારત (India) માં કોરોનાના કેસોમાં વધારાને કારણે રિઝર્વ બેન્કની એમપીસી સાવધ વલણ જાળવી રાખીને આર્થિક વૃદ્ધિને સપોર્ટ આપવાનું અને લિક્વિડિટીમાં વધારો કરવાનું ચાલુ રાખે તેવી ધારણા છે. અમે માનીએ છીએ કે હાલની વોલેટિલિટી મજબૂત રિકવરીની સંભાવના હોય તેવા શેરોમાં પોઝિશન લેવાની તક પૂરી પાડે છે.
ક્ષેત્રવાર જોઇએ તો અર્નિંગમાં વૃદ્ધિની સ્પષ્ટ સંભાવનાથી આઇટી શેરો ચડિયાતો દેખાવ કરી રહ્યા છે. ચોથા ક્વાર્ટરના રિઝલ્ટ બાદ આઇટી ઇન્ડેક્સમાં વેચવાલી આવી શકે છે, કારણ કે સારા રિઝલ્ટની અપેક્ષાએ મોટા પાયે સટ્ટાકીય ખરીદી થઈ છે. કોવિડના કેસોમાં વધારો ચિંતાનું કારણ છે, પરંતુ તેનાથી મોટી આર્થિક અસર ન થવાની શક્યતા છે. બીજો મહત્ત્વનો ટ્રેન્ડ એ છે કે હાઉસિંગ અને રિયલ એસ્ટેટમાં સતત સુધારો થઈ રહ્યો છે. તેનાથી સિમેન્ટ, બિલ્ડિંગ મટેરિયલ્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ જેવા ક્ષેત્રોનો પોઝિટિવ અસર થશે.
નિફ્ટી (Nifty) આ સપ્તાહે 14,950થી 14,440ની રેન્જમાં રહેવાની ધારણા છે. 15,100 અને 14,400 મહત્ત્વની સપાટી બનશે. મોટાભાગના મોમેન્ટમ ઇન્ડિકેટર્સ સ્થિર છે, તેથી બજારમાં નરમાઇના કોઇ મોટા સંકેત નથી. બે ચેનલનો કન્ફ્લુઅન્સ ઝોન સારી અસર દર્શાવી રહ્યો હોય તેમ લાગે છે, કારણ કે બજારનો તાજેતરનો રિબાઉન્ડ હાલના ડિક્લાઇનિંગ ચેનલ ફોર્મેશનથી ઊંચે રહ્યો હતો.
સિંગલ બેરિસ ફોર્મેશન સામે ચાર બુલિશ રિવર્સલ ફોર્મેશન છે, જેમાં હોમિંગ, પિજન, હરામી, પીયસિંગ લાઇન અને હરામી ક્રોસનો સમાવેશ થાય છે. જો નિફ્ટી 14,940ની સપાટી તોડીને તેનાથી ઊંચે બંધ આવશે તો તે 15,700 સુધી આગેકૂચ કરી શકે છે. ડિરેક્શન મોમેન્ટમ મજબૂત છે અને હાલની સ્થિતિ તેજીની તરફેણ કરે છે. તેથી રોકાણકારો અને પોઝિશનલ ટ્રેડર્સ માટે ઘટાડે ખરીદીની વ્યૂહરચના આદર્શ બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે