Petrol-Diesel Price Hike: મોંઘવારીનો વધુ એક માર, 13 દિવસમાં 11 વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

Petrol-Diesel Price Hike: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં શનિવારે ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. આ નિર્ણયની સીધી અસર લોકોના ખિસ્સા પર પડવાની છે અને જેના કારણે રસોડાનું બજેટ પણ પ્રભાવિત થઈ શકે છે. આ પહેલા શુક્રવારે પણ પેટ્રોલ-ડીઝલ, સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો હતો.

Petrol-Diesel Price Hike: મોંઘવારીનો વધુ એક માર, 13 દિવસમાં 11 વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

Petrol-Diesel Price Hike: રાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. દેશની રાજધાની દિલ્હીમાં શનિવાર સાંજે પેટ્રોલ-ડીઝલ બંનેના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંતમ 103.41 જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 94.67 થઈ ગઈ છે. ભાવ વધારો રવિવાર સવારે 6 વાગ્યાથી લાગુ થશે.

આ સાથે શુક્રવારના રાજધાની દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ, સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો હતો. આ નિર્ણયની સીધી અસર લોકોના ખિસ્સા પર પડવાની છે જેના કારણે રસોડાનું પણ બજેટ ખોરવાઈ શકે છે. શનિવારના પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો રવિવાર સવારે 6 વાગ્યાથી લાગુ થઈ જશે.

તમને જણાવી દઈએ કે, 31 માર્ચ અને 1 એપ્રિલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લિટરનો ઉછાળો આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા 13 દિવસમાં 11 વખત વધ્યા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ
દિલ્હી

પેટ્રોલ- 103.41 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલ- 94.67 રૂપિયા પ્રતિ લિટર

મુંબઇ
પેટ્રોલ- 117.57 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલ- 101.79 રૂપિયા પ્રતિ લિટર

કોલકાતા
પેટ્રોલ- 112.19 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલ- 97.02 રૂપિયા પ્રતિ લિટર

દરરોજ અપડેટ થતી તેલની કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ અપડેટ કરવામાં આવે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની જાણકારી અપડેટ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news