Education Loan લેતા પહેલા ચેક કરી લેજો આ બાબતો, તરત જ એપ્લીકેશન થઈ જશે ક્લિયર

Education Loan Tips: એજ્યુકેશન લોન લેવી એ કોઈપણ વ્યક્તિ માટે મહત્વપૂર્ણ નિર્ણય છે. આવી સ્થિતિમાં, અરજી કરતા પહેલા, તમારે સંપૂર્ણ માપદંડો જાણવા જોઈએ જેથી તમારી લોન તરત જ ક્લિયર થઈ જાય. 
 

Education Loan લેતા પહેલા ચેક કરી લેજો આ બાબતો, તરત જ એપ્લીકેશન થઈ જશે ક્લિયર

Education Loan Tips: આજના સમયમાં એજ્યુકેશન લોન એ જેઓ આર્થિક રીતે સક્ષમ નથી અને બાળકોને સારી શૈક્ષણિક સંસ્થામાંથી શિક્ષણ મેળવવુ છે તેના માટે મોટો માર્ગ બની ગયો છે. એજ્યુકેશન લોન મેળવવા માટે તમારે બેંકના નિયમો અને શરતોનું પાલન કરવું પડશે. 

કેટલીક એજ્યુકેશન લોન લેવા માટે તમારે બાંયધરી આપનાર અને કઈક ગીરવે રાખવાની જરૂર હોય છે જ્યારે અમુક એજ્યુકેશન લોન કંઈપણ ગીરવે રખ્યા વગર આપવામાં આવે છે. આવી સ્થિતિમાં એજ્યુકેશન લોન લેતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

એલીજીબીલીટી
દરેક બેંક અને નાણાકીય સંસ્થા ગ્રાહકોને લોન આપવાની એલીજીબીલીટી નક્કી કરે છે. એજ્યુકેશન લોન તે ઉંમર, એકેડેમીક બેકગ્રાઉન્ડ, કોર્સ અને શૈક્ષણિક સંસ્થા કઈ છે તેના પર નિર્ભર છે.

વ્યાજ
કોઈપણ લોન લેતી વખતે વ્યાજ એ મહત્વનો માપદંડ છે. જ્યારે પણ તમે કોઈપણ બેંકમાંથી એજ્યુકેશન લોન લો, તો તેની તુલના અન્ય બેંકો દ્વારા આપવામાં આવતા વ્યાજ સાથે કરો.

લોનની રકમ
બેંકો વ્યક્તિની ક્ષમતા અનુસાર એજ્યુકેશન લોન આપે છે. વિવિધ બેંકોની લોન મર્યાદા હોય છે. આવી સ્થિતિમાં, લોનની રકમ લેતા પહેલા, તમારે યુનિવર્સિટીમાં થતા તમામ ખર્ચનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવું જોઈએ.

લોન સબસિડી અને સ્કીમ
શિક્ષણ લોન પર સબસિડી અને યોજનાઓ સરકાર અને બેંકો દ્વારા ચલાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, લોન લેતા પહેલા, તમારે એજ્યુકેશન લોન સંબંધિત કોઈ ઓફર અથવા સબસિડી છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવી જોઈએ.

દસ્તાવેજ
એજ્યુકેશન લોન લેતી વખતે કયા દસ્તાવેજોની જરૂર પડે છે? આ માહિતી બેંકમાંથી લેવી જોઈએ. સામાન્ય રીતે દસ્તાવેજોમાં એજ્યુકેશન લોનમાં આવક સંબંધિત દસ્તાવેજો, સરનામાનો પુરાવો, શૈક્ષણિક રેકોર્ડ અને પ્રવેશ પત્ર વગેરેનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચો:
CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, જાણો શું છે પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત
ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં લીધો ભાગ, ભગવાન જગન્નાથ રથમાં થયા બિરાજમાન
આજે ભુલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ગયા તો સો ટકા ફસાયા સમજો, કારણ કે..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news