Electric Scooter Vs Petrol Scooter: શું ફાયદા, શું નુકસાન? એક મિનિટમાં જાણો અને કન્ફ્યૂઝન દૂર

Electric Scooter And Petrol Scooter: આ દિવસોમાં લોકોના મતનમાં ઈ-સ્કૂટર અને નોર્મલ સ્કૂટરને લઈને મગજમાં કન્ફ્યૂઝન ચાલતું હોય છે. આ સમાચાર વાંચ્યા બાદ તમારૂ કન્ફ્યૂઝન દૂર થઈ જશે. 

Electric Scooter Vs Petrol Scooter: શું ફાયદા, શું નુકસાન? એક મિનિટમાં જાણો અને કન્ફ્યૂઝન દૂર

નવી દિલ્હીઃ આ દિવસોમાં લોકોના મનમાં ઈલેક્ટ્રિક વાહનોને લઈને ખુબ વધુ આશંકા છે કે તેણે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા જોઈએ કે પછી ન ખરીદવા જોઈએ. તેવામાં જો તમે ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન- ઈલેક્ટ્રિક સ્કૂટર કે પેટ્રોલ સ્ક્ટૂર વચ્ચે કન્ફ્યૂઝ છો તો આખરે આ બંનેમાંથી ક્યું સ્કૂટર સૌથી વધુ સારૂ છે તો આજે અમે તમને બંને સ્કૂટરના ફાયદા અને નુકસાનની માહિતી આપીશું. સૌથી પહેલા ઈલેક્ટ્રિક સ્કૂટરના ફાયદા અને નુકસાન વિશે વાત કરીએ. 

ઈલેક્ટ્રિક સ્કૂટરના ફાયદા અને નુકસાન
ઇલેક્ટ્રિક સ્કૂટરના ફાયદા છે કે તમારે પેટ્રોલ પર નિર્ભર રહેવાની જરૂર નથી. આ દિવસોમાં આમ પણ પેટ્રોલના ભાવ સતત વધી રહ્યાં છે, તેવામાં ઈલેક્ટ્રિક સ્કૂરટ તમારા પેટ્રોલ પર થતા ખર્ચના પૈસા બચાવી શકે છે. ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવાનો ખર્ચ પેટ્રોલ સ્કૂટરના મુકાબલે ઓછો થાય છે. ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રદૂષણ કરતું નથી. વર્તમાન સમયમાં ઘણી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પણ ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર સબસિડી આપી રહી છે. તમે પણ તેનો ફાયદો ઉઠાવી શકો છો. 

ઇલેક્ટ્રિક સ્કૂટરના નુકસાનની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સ્કૂટરની સાથે તમારે સૌથી મોટી સમસ્યા તેની રેન્જને લઈને આવશે. તેને તમે રેન્જ એન્ઝાઈટી કહી શકો છો. ઇલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જ કરવા માટે તમારે ઘરમાં એક એવી જગ્યાની જરૂર પડશે, જ્યાં તમે સ્કૂટર ઉભુ રાખી ચાર્જ કરી શકો. જો તમારા ઘરમાં આ જગ્યા નથી તો તમને મુશ્કેલી પડી શકે છે. હાલમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી છે. જ્યાં વીજળીની સુવિધા 24 કલાક નથી, તેને ઈ-સ્કૂટરનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી શકે છે. 

પેટ્રોલ સ્કૂટરના ફાયદા અને નુકસાન
પેટ્રોલ સ્કૂટરના ફાયદા કે નુકસાન લગભગ બધા લોકો જાણતા હશે કારણ કે ખુબ લાંબા સમયથી આ સ્કૂટર બજારમાં હાજર છે અને લોકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. પેટ્રોલ સ્કૂટરની સાથે રેન્જની એન્ઝાઈટી હોતી નથી. દરેક જગ્યાએ પેટ્રોલ પંપ મળી જાય છે. તમે ગમે ત્યાં પેટ્રોલ પૂરાવી સ્કૂટરનો ઉપયોગ કરી શકો છો. 

તમે તેનો ઉપયોગ જ્યાં વીજળી નથી તેવી જગ્યાએ પણ કરી શકો છો. કારણ કે સ્કૂટરને પેટ્રોલની જરૂર પડે છે. જો નુકસાનની વાત કરીએ તો તેનો ઉપયોગ ઈલેક્ટ્રિક વાહનોના મુકાબલે મોંઘો છે. તેની સર્વિસિંગ પણ મોંઘી પડે છે અને તે પ્રદૂષણ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news