100 દિવસના એજન્ડામાં ખાલી પદોને ભરવા મોદી સરકારની પ્રાથમિકતા
ભારે બહુમતની સાથે વાપસી કરનાર નરેન્દ્ર મોદીસરકાર પોતાના બીજા કાર્યકાળમાં સૌથી પહેલા નોકરીઓના મોરચા પર કામ કરશે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોમાં ખાલી મોટા પદો અને હાલની જરૂરીયાતોને જોતા રિપોર્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારે બહુમત સાથે વાપસી કરનારી નરેન્દ્ર મોદીની સરકાર પોતાના બીજા કાર્યકાળમાં સૌથી પહેલા નોકરીઓના મોરચા પર કામ કરશે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ અને હાલની જરૂરીયાતને જોતા રિપોર્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સૂત્રો પ્રમાણે, આશરે 75 હજાર પદ તેવા છે જેને તાત્કાલિક ભરવાની જરૂરીયાત લાગી રહી છે. આ માટે સરકાર સ્ટાફ સિલેક્શન કમીશન (SSC)ને આ પદો પર ભરતી શરૂ કરવાનું કહી શકે છે. સૂત્રોનું તે પણ કહેવું છે કે, સરકાર બજેટમાં અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર માટે મોટી યોજનાની જાહેરાત પણ કરી શકે છે.
ચૂંટણી દરમિયાન તૈયાર થયો 100 દિવસનો એજન્ડા
હકીકતમાં મોદીના પ્રથમ કાર્યકાળમાં નોકરીઓની કમી એક મોટી ચિંતા બનીને ઉભરી હતી. કોંગ્રેસે તેને ચૂંટણીમાં મોટો મુદ્દો બનાવ્યો હતો અને એક વર્ષમાં 22 લાખ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. સૂત્રો જણાવે છે કે, જનરલ ચૂંટણી દરમિયાન જ નીતિ આયોગે આગામી સરકાર માટે 100 દિવસનો જે એન્જડા તૈયાર કર્યો છે, તેમાં સૌથી વધુ ભાર ખાલી પદોને ભરવા અને એજ્યુકેશન રિફોર્મ્સને આપવામાં આવ્યું છે. પીએમઓના સૂચન પર તમામ મંત્રાલયો અને વિભાગો પાસેથી 30 જૂન 2019 સુધી ખાલી પદોની ડિટેલ માગવામાં આવી છે. મોટા ભાગના મંત્રાલયો પાસેથી રિપોર્ટ મળવા પર હવે કર્મચારીઓનો વિભાગ સમીક્ષા કરી રહ્યો છે.
રોજગાર વધારવા પર ભાર
મોદી સરકાર-2ની યોજનાઓમાં કંસ્ટ્રક્શન, ટૂરિઝમ અને ટેક્સટાઇલ્સ જેવા સેક્ટરમાં જરૂરી પરિવર્તન કરવાની યોજના છે, જેથી આ ક્ષેત્રોમાં વધુમાં વધુ રોજગારીની તક મળે. અને તેનાથી ક્રેડિટ ફ્લો અને ખાનગી રોકાણને ગતિ આપવા માટે યોગ્ય રીત શોધી શકાય. આવનારા દિવસોમાં સરકારના મોઢેથી તમે જે શબ્દોને સૌથી વધુ સાંભળવાના છો, તેમાં એગ્રી-બિઝનેસ, ઈઝ ઓફ લિવિંગ અને $5 ટ્રિલિયનની ઇકોનોમી સામેલ છે.
5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનો પ્રયત્ન
વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુએ કહ્યું કે, ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં કોઈ કસર છોડીશું નહીં. તેમણે કહ્યું, ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે ઘણા આકરા નિર્ણયો લેવા પડશે. આગામી સરકાર સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, એગ્રી-એક્સપોર્ટ નીતિ અને ઈઝ-ઓફ ડુઇંગ બિઝનેસને લઈને પોતાની યોજનાને આગળ વધારશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે