Gold: ઓલ ટાઈમ હાઈથી 1850 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું, જાણો ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત

સોના અને ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 28 ડિસેમ્બર 2023ના સોનું 64250 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. 
 

Gold: ઓલ ટાઈમ હાઈથી 1850 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું, જાણો ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત

Gold-Silver: આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં સોનાની કિંમતમાં આશરે 1160 રૂપિયાનો ઘટાડો થયો છે. આ દરમિયાન 14 જાન્યુઆરીએ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે એક દિવસમાં સોનાના ભાવ 660 રૂપિયા નીચે પહોંચી ગયા હતા. હવે ગોલ્ડે ફરી ગતિ પકડી છે. છેલ્લા બે દિવસમાં સોનાની કિંમતમાં 330 રૂપિયાનો વધારો થયો છે. 

આજે એટલે કે રવિવારે દેશના મોટા ભાગના શહેરોમાં સોનાનો ભાવ 62400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. તો આજે 22 કેરેટ ગોલ્ડની કિંમત 57200 રૂપિયા છે. નોંધનીય છે કે 28 ડિસેમ્બરે સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ 64250 રૂપિયા હતી. અહીંથી કિંમતમાં 1850 રૂપિયા સુધીનો ઘટાડો થઈ ગયો છે. તેવામાં તમે સોના-ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારે લેટેસ્ટ કિંમત જરૂર જાણી લેવી જોઈએ. 

ગ્લોબલ માર્કેટમાં શું છે ગોલ્ડનો ભાવ?
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં તેજીનો માહોલ બનેલો છે. રવિવારે કોમેક્સ પર સોનું 10 ડોલર વધી 2025.50 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. બીજીતરફ ચાંદીની કિંમતમાં પણ તેજી જોવા મળી છે. ચાંદી 23.47 ડોલર પ્રતિ ઔંસના લેવલ પર ટ્રેડ થઈ રહી છે. 

જાણો સોનાની શુદ્ધતાનો માપદંડ
ગોલ્ડ પ્રાઇઝ પહેલા 24 કેરેટ અને 22 કેરેટ સોના વચ્ચે અંતર સમજવું જરૂરી છે. 24 કેરેટ સોનું કોઈ મિશ્રણ વગર 100 ટકા શુદ્ધ હોય છે. તો 22 કેરેટમાં ચાંદી કે તાંબા જેવી ધાતુ મિક્સ કરવામાં આવે છે. તેમાં 91.67 ટકા શુદ્ધ સોનું હોય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news