Google એ Paytm ને પ્લે સ્ટોર પરથી હટાવી, નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ

દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ અને ફાઇન્શિયલ સર્વિસ એપ Paytm ને Google Play Store પરથી દૂર કરવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી અત્યારે પેટીએમની મુખ્ય એપને રિમૂવ કરી દેવામાં આવી છે.

Google એ Paytm ને પ્લે સ્ટોર પરથી હટાવી, નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ અને ફાઇન્શિયલ સર્વિસ એપ Paytm ને Google Play Store પરથી દૂર કરવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી અત્યારે પેટીએમની મુખ્ય એપને રિમૂવ કરી દેવામાં આવી છે જ્યારે બીજી એપ્સ જેમ કે Paytm for business, Paytm Mall, Paytm Money વગેરે ઉપલબ્ધ છે.

ગૂગલનું નિવેદન
ગૂગલે પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યું કે પેટીએમ પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતાં કહ્યું કે અમે એવી એપને સ્થાન ન આપી શકીએ જે ઓનલાઇન કેશવાળી ગેમ્સ, જુગાર અથવા સટ્ટાનું આયોજન કરે છે. પેટીએમ 'PayTM First Games' દ્વારા પૈસા જીતવાનો દાવો કરે છે. 

— ANI (@ANI) September 18, 2020

ટેક ક્રંચએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે આ નિર્ણય ઇન્ટરનેટ સર્ચ દિગ્ગજએ પેટીએમ દ્વારા સતત કંપનીઓની નીતિઓનું ઉલ્લંઘનના લીધે લીધો છે. રિપોર્ટમાં આ મુદ્દા સાથે સંકળાયેલા સૂત્રના હવાલેથી દાવો કર્યો છે કે પેટીએમ ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવાના ઠીક એક દિવસ પહેલાં કરી દેવામાં આવી છે. 

પેટીએમએ શું કહ્યું?
પેટીએમએ ટ્વીટ કરીને કહ્યું ક 'પ્રિય પેટીએમ યૂઝર્સ, પેટીએમ એંડ્રોઇડ એપ અત્યારે ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબધ નથી. ખૂબ જલદી ફરીથી ઉપલબ્ધ થશે. તમારા પૈસા સુરક્ષિત છે, અને તમે પેટીએમ એપને પહેલાંની માફક ઉપયોગ કરી શકશો. 

Paytm Android app is temporarily unavailable on Google's Play Store for new downloads or updates. It will be back very soon.

All your money is completely safe, and you can continue to enjoy your Paytm app as normal.

— Paytm (@Paytm) September 18, 2020

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news