5 વર્ષમાં 31905% રિટર્ન, આ કંપનીએ 1 લાખના બનાવ્યા 3 કરોડ, ઈન્વેસ્ટરો પર રૂપિયાનો વરસાદ

Hazoor Multi Projects News: શેર બજારમાં રિયલ સ્ટેટ કંપની હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. આ કંપની છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્વેસ્ટરોને માલામાલ બનાવી ચુકી છે.
 

5 વર્ષમાં 31905% રિટર્ન, આ કંપનીએ 1 લાખના બનાવ્યા 3 કરોડ, ઈન્વેસ્ટરો પર રૂપિયાનો વરસાદ

નવી દિલ્હીઃ શેર બજારમાં એવી ઘણી કંપની છે જેણે પોતાના ઈન્વેસ્ટરોને શાનદાર રિટર્ન આપ્યું છે. ઈન્વેસ્ટરો પણ આવા મલ્ટીબેગર સ્ટોકને શોધતા હોય છે. આ વચ્ચે હઝૂર મલ્ટી પ્રોજેક્ટના શેર પણ મલ્ટીબેગર સાબિત થયા છે. આજે કંપનીના શેરમાં 5 ટકા જેટલી તેજી આવી છે. કંપનીના શેર 361 રૂપિયા પર કારોબાર કરી રહ્યાં છે. 

રિયલ સ્ટેટ કંપની હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડના શેરનો 52 સપ્તાહનો હાઈ 393 રૂપિયા, જ્યારે 52 સપ્તાહનો લો 78 રૂપિયા છે. છેલ્લા પાંચ દિવસમાં હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના શેરમાં 11 ટકાની તેજી આવી છે. જ્યારે છ મહિનામાં 126 રૂપિયાના લેવલથી 187 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.

છેલ્લા એક વર્ષમાં હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના સ્ટોકે ઈન્વેસ્ટરોને 6 ફેબ્રુઆરી 2023ના 103 રૂપિયાના લેવલથી 250 ટકાનું રિટર્ન આપ્યું છે. હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડના સ્ટોક 8 ફેબ્રુઆરી 2019ના 1.13 રૂપિયાના લેવલ પર હતો, જ્યાંથી ઈન્વેસ્ટરોને 31905 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું છે. 

હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના સ્ટોકે ઈન્વેસ્ટરોને છેલ્લા 1 વર્ષના ગાળામાં 2 ફેબ્રુઆરી 2023ના 107 રૂપિયાના લેવલથી 254 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે. જો કોરોના સંકટની વાત કરીએ તો હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડના શેર 29 માર્ચ 2020ના 1 રૂપિયાના લેવલ પર હતા, જ્યાંથી ઈન્વેસ્ટરોને 35100 ટકાનું રિટર્ન મળી ચુક્યું છે. એટલે કે 29 માર્ચ 2020ના આ કંપનીમાં કોઈ ઈન્વેસ્ટરે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને આજ સુધી જાળવી રાખ્યું હોત તો આજે તેની વેલ્યૂ વધીને 3 કરોડ પહોંચી ગઈ હોત.

હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સને ડિસેમ્બરના બીજા સપ્તાહમાં મહારાષ્ટ્રના રત્નાગિરીમાં નેશનલ હાઈવે NH-66 ના એક સેક્શનને મેન્ટેન-અપગ્રેડ કરવા માટે 1130 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં કામકાજ કરી રહેલી હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કારોબારની દિગ્ગજ કંપની છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટના કામકાજમાં સામેલ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news