માત્ર 10,100 રૂપિયામાં લઇ આવો નવી સેન્ટ્રો, કંપની લાવી આ ખાસ ઓફર

Hyundai Santro 2018 કરા કંપનીએ 23 ઓક્ટોમ્બરે દિલ્હીમાં આયોજીત એક ઇવેન્ટમાં હેચબૈક કાર સેન્ટ્રોને નવા અવકારમાં લોન્ચ કરી હતી. 

માત્ર 10,100 રૂપિયામાં લઇ આવો નવી સેન્ટ્રો, કંપની લાવી આ ખાસ ઓફર

નવી દિલ્હી: Hyundai Santro 2018 કાર કંપનીએ 23 ઓક્ટોમ્બરે દિલ્હીમાં આયોજીત એક ઇવેન્ટમાં હેચબૈક કારને નવા અવતારમાં લોન્ચ કરી હતી. નવી સેન્ટ્રોમાં નામ સિવાય બધી જ વસ્તુઓ બદલી દેવામાં આવી છે. પહેલાની સરખામણીએ નવી સેન્ટ્રોના આવવાનો કેટલાય લોકો રાહ જોઇ રહ્યા હતા. કંપનીએ કારની બુકીંગ 10 ઓક્ટોમ્બરથી જ શરૂ કરી દીધી છે. મહત્વનું છે, કે 12 દિવસમાં જ 23,500 યુનિટના બુકીંગથી એ વાત જાણવા મળી રહી છે, કે ગ્રાહકોનો કારને જોરદાર રિસ્પોંસ મળી રહયો છે. લોન્ચિંગ પહેલાથી ચર્ચાનું કેન્દ્ર બનેલી નવી સેન્ટ્રો જૂની કારની સરખામણીએ બહુ જ ખાસ છે.  

કાર લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ સારો સમય 
જો તમે નવી સેન્ટ્રો લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તે તમારી પાસો સારો સમય છે. પહેલા કંપનીએ નવી સેન્ટ્રોના બુકીંગ માટે 11,100લ રૂપિયાનઓ આંકડો નક્કી કર્યો હતો. આ ઓફર કંપની તરફથી આપવામાં આવી રહી છે. શરૂઆતની 50 હજાર બુકીંગ કરનારા ગ્રાહકોને બુકીંગ માટે 11,100 રૂપિયા જમા કરાવા પડશે, જો તમે એટડીએફસી બેંકના ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડથી ઓનલાઇન કાર બુકીંગ કરો તો આના પર 10 ટકા કૈશબૈક મળી શકે છે, મતલબ કે કુલ તમારે 10,100 રૂપિયા જ બુકીંગ માટે ચૂકવવા પડશે.

દિવાળીની ખુશીઓને ચાર ગણી વધારશે બુકીંગ
તો રાહ કઇ વાતની તમે પણ વહેલી તકે નવી સેન્ટ્રોનું બુકીંગ કરીને દિવાળીની ખુશીઓને ચાર ગણી વધારી શકો છો. ઓનલાઇન બુકીંગ વેબસાઇટ પર 30 નવેમ્બર સુધી કરાવી શકાશે. મહત્નું છે, કે તમને એચડીએફસી બેંકની ઓફર ત્યારે જ મળશે જ્યારે તમને એચડીએસી બેંકમાંથી ઓટો લોન લેશો. નવી સેન્ટ્રોમાં 1.1 લીટરનું પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. જેમાં સીએનજીનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. નવી સેન્ટ્રોમાં ઓટોમેટિકનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે,

हुंदई सेंट्रो, hyundai santro 2018, all new santro, hyundai santro, hyundai santro booking

દેખાવમાં પહેલા કરતા પણ દમદાર છે નવી સેન્ટ્રો 
નવી સેન્ટ્રોની લંબાઇ ઇને પહોળાઇ પણ પહેલા કરતા વધારે રાખવામાં આવી છે. જેથી દેખાવમાં તે પહેલા કરતા પણ દમદાર લાગે છે. કારમાં 17.64 સેન્ટીમીટરની ટચસ્ક્રીન ઇન્ફોટેન્ટમેન્ટ સીસ્ટમ આપવામાં આવી છે. આ સિવાય એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ફિચર્સ આપવામાં આવ્યા છે. નવી સેન્ટ્રોમા રિયલ એસી પણ આપવામાં આવ્યુ છે. કારમાં તમામ વેરિંએન્ટમાં ડ્રાઇવર એર બેગ પણ આપવામાં આવ્યું છે. 

સીએનજી એન્જીનનો પાવર 59 પીએસ 
પેટ્રોલ એન્જીનની 5500 આરપીએમ પર 69 પીએસનો પાવર છે. જ્યારે સીએનજી એન્જીનનો પાવર 59 પીએસ છે. કંપનીએ દાવો કર્યો છે, કે 5 સ્પીડ મૈન્યુઅલ ટ્રાસમિશન અને એએમટી વર્જનનું 20.3 કિમી પ્રતિ લીટરની એવરેજ રહેશે, જ્યારે કાર સીએનજીમાં 30.48 કિમી પ્રતિ કિલોની એવરેજ આપશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news