Gold in India: આ 10 દેશો પાસે છે સૌથી વધુ સોનું, જાણો ભારતની તિજોરીમાં કેટલું છે ગોલ્ડ

RBI Gold: આરબીઆઈએ 100 ટન સોનું ભારત લાવ્યું છે. હવે દેશનો ગોલ્ડ રિઝર્વ 822 ટનને પાર થઈ ગયો છે. અહીં અમે તમને તે દેશની જાણકારી આપીશું, જેની પાસે સૌથી વધુ ગોલ્ડ છે.

Gold in India: આ 10 દેશો પાસે છે સૌથી વધુ સોનું, જાણો ભારતની તિજોરીમાં કેટલું છે ગોલ્ડ

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ હાલમાં જ સોનાની મોટી ખરીદી કરી છે. સાથે જ બેંકે બ્રિટનમાંથી 100 ટનથી વધારે એટલે કે 1 લાખ કિલોથી વધારે સોનું દેશમાં પોતાના ભંડારમાં ટ્રાન્સફર કર્યુ છે. વર્ષ 1991 પછી પહેલીવાર સેન્ટ્રલ બેંકે પોતાના સ્થાનિક ભંડારમાં આટલું સોનું જમા કર્યુ છે ત્યારે RBIએ સોનું ભારતમાં લાવવાની કેમ જરૂર  પડી?. કયા દેશ પાસે સૌથી વધારે સોનું છે?. જોઈશું આ અહેવાલમાં...

ભારત ફરીથી કહેવાશે સોને કી ચિડિયા
બ્રિટનથી 100 ટન સોનાની 'ઘર' વાપસી!
RBI ફરી ભરશે ભારતના સોનાના ભંડાર!

આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે વિદેશમાં રિઝર્વ રખાયેલા સેંકડો ટન સોનાને દેશમાં પાછા લાવવાનું શરૂ થઈ ગયું છે. જેના પહેલા જથ્થા તરીકે 100 ટન એટલે કે 1 લાખ કિલોથી વધારે સોનું RBIને મળી ગયું છે. આટલું જ સોનું આવતા મહિને ફરીથી બ્રિટનમાંથી લાવવામાં આવી શકે છે.

બ્રિટનમાંથી લાવવામાં આવેલા સોનાને મુંબઈના મિન્ટ રોડ અને નાગપુરમાં આરબીઆઈની જૂની ઓફિસમાં રાખવામાં આવશે. જે સોનાને બ્રિટનમાંથી લાવવામાં આવી રહ્યું છે તેને ભારતે આઝાદી પહેલાં બેંક ઓફ ઈંગ્લેન્ડમાં જમા કરાવ્યું હતું. આરબીઆઈના ડેટા પ્રમાણે...

ભારતનું 514.1 ટન સોનું વિદેશમાં જમા છે.
તેમાંથી 100.3 ટન સોનું પાછું દેશમાં લાવવામાં આવ્યું.
હજુ વિદેશમાં 413.8 ટન સોનું બાકી છે.
ગોલ્ડની વાપસી, ભારત માલામાલ
RBIએ બ્રિટનમાંથી 100 ટન સોનું પરત મગાવ્યું
1991 પછી પહેલીવાર મોટાપાયે સોનું પાછું આવ્યું
ભારતના સુવર્ણ ભંડારમાં કેટલું સોનું?
ભારત ફરી કહેવાશે 'સોને કી ચિડિયા'
RBI ફરી ભરશે ભારતનો સોનાનો ભંડાર

સોનું ઘણી કિંમતી ઘાતુ છે. આથી 100 ટન સોનાને લાવવા માટે સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. નાણા મંત્રાલય, આરબીઆઈ અને સરકારની અન્ય વિંગ સાથે લોકલ ઓથોરિટીઝ પણ તેમાં જોડાઈ હતી ત્યારબાદ તેના માટે સ્પેશિયલ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોનાની ઘરવાપસીથી ભારતના અર્થતંત્રને મજબૂતી મળશે તે નક્કી છે.

દુનિયામાં કયા દેશ પાસે સૌથી વધારે સોનું છે તે જાણવું પણ જરૂરી છે... તેના પર નજર કરીએ તો....  
અમેરિકા પાસે 8133 ટન સોનું છે...
જર્મની પાસે 3353 ટન સોનું છે... 
ઈટલી પાસે 2452 ટન સોનું છે.... 
ફ્રાંસ પાસે 2437 ટન ગોલ્ડ રિઝર્વ છે...
રશિયા પાસે 2333 ટન ગોલ્ડ રિઝર્વ છે...
ભારતના પાડોશી દેશ ચીન પાસે 2262 ટન સોનું છે...
સ્વિત્ઝર્લેન્ડ પાસે 1040 ટન સોનાનો જથ્થો છે...
જાપાન પાસે 846 ટન સોનું છે...
ભારત પાસે કુલ 822 ટન સોનાનો જથ્થો છે...
નેધરલેન્ડ પાસે 612 ટન સોનું છે...
(સોર્સ: ફોર્બ્સ ઈન્ડિયા)

લોકોના ઘરમાં રાખેલું સોનું પરિવાર માટે મોટી સંપત્તિ હોય છે. તેવી જ રીતે આરબીઆઈનો સોનાનો ભંડાર દેશની સંપત્તિ છે. છેલ્લાં 5 વર્ષમાં આરબીઆઈના ગોલ્ડ ભંડારમાં તેજી આવી છે.

વર્ષ 2019માં 618 ટન સોનું હતું.
જે 2021માં વધીને 695 ટન સુધી પહોંચી ગયું.
જેના પછી 2023માં તે આંકડો 794 ટન સુધી પહોંચી ગયો.
વર્ષ 2024માં 31 માર્ચ સુધી 822 ટન સોનાનો જથ્થો છે.

આઝાદી પછી પહેલીવાર એવું થયું છે જ્યારે વિદેશમાંથી આટલા મોટા પ્રમાણમાં સોનું લાવવામાં આવ્યું છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ભારત પહેલાંની જેમ ફરી એકવાર સોને કી ચિડિયા કહેવાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news