જૂના 2 રૂપિયાના સિક્કાના મળી રહ્યાં છે 5 લાખ રૂપિયા, તમારી પાસે હોય તો ચેક કરી લેજો

અનેક લોકોને જૂની વસ્તુનો સંગ્રહ કરવાનો શોખ હોય તો કોઈ વ્યક્તિ જૂની વસ્તુ ઊંચી કિંમત આપીને ખરીદતી પણ હોય છે. આજકાલ અનેક લોકો જૂની નોટો અને સિક્કા મોટી કિંમત આપીને ખરીદી રહ્યાં છે. 

જૂના 2 રૂપિયાના સિક્કાના મળી રહ્યાં છે 5 લાખ રૂપિયા, તમારી પાસે હોય તો ચેક કરી લેજો

નવી દિલ્હીઃ ઘણા લોકોને જૂના અને દુર્લભ સિક્કા એકત્રિત કરવાનો આ શોખ હોય છે. જે સિક્કા હવે બજારમાં આવતા નથી અથવા તે ચલણમાં પણ નથી. પરંતુ જો તમારી પાસે બે રૂપિયાનો સિક્કો છે, તો તમને પાંચ લાખ રૂપિયા મળી શકે છે. ક્વિકર (Quikr) સાઇટ પર તેની જાહેરાત મુકવામાં આવી છે. 

બેંગલુરૂના અનેક લોકો આ પ્રકારના સિક્કા ખરીદવા માટે તૈયાર છે. તે આ જૂના સિક્કાના બદલામાં ઘણા રૂપિયા પણ આપી રહ્યાં છે. પણ તેની સામે કેટલીક શરત પણ હોય છે. આ સિક્કા ખાસ પ્રકારના હોવા જોઈએ. 

વર્ષ 1994માં બનેલા બે રૂપિયાનો સિક્કો જેમાં એક તરફ ભારતીય રાષ્ટ્રધ્વજ જોવા મળી રહ્યો છે, ક્વિકર વેબસાઇટ પર આ સિક્કાના 5 લાખ રૂપિયા મળી રહ્યાં છે. જ્યારે એક રૂપિયાના સિક્કાના 2 લાખ મળી રહ્યાં છે. 

તો વર્ષ 1918ની સાલમાં બહાર પડેલા એક રૂપિયાના ખાસ સિક્કા માટે 9 લાખ રૂપિયા મળી રહ્યાં છે. આ સિક્કામાં વર્ષ 1918 લખેલું હોવું જરૂરી છે. 

જો તમારી પાસે આવા દુર્લભ સિક્કાઓ છો તો તમે ખરીદદાર સાથે વાટાઘાટો પણ કરી શકો છો. જેનાથી તમને મોટી રકમ પણ મળી શકે છે. 

જૂની નોટો અને સિક્કાઓ વેચવા માટે Coinbazzar નામની એક વેબસાઇટ પણ ચાલી રહી છે. જ્યાં ખરીદનાર અને વેચનાર પોતાની જાહેરાત મુકે છે. જેમાં જૂની 10 રૂપિયાની એક નોટના 25000 રૂપિયા પણ મળી રહ્યાં છે. જો તમારી પાસે આવા સિક્કા કે નોટ હોય તો તમે પણ આ વેબસાઇટ પર મુકીને મોટી કમાણી કરી શકો છો. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news