Virat Kohli એ ટેસ્ટ ક્રિકેટમાં નવી સિદ્ધિ મેળવી, બન્યો ભારતનો છઠ્ઠો ક્રિકેટર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 7500 રન પૂરા કરી લીધા છે. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો 42મો અને ભારતનો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. વિરાટે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ દરમિયાન આ રન પૂરા કર્યા છે. 

Virat Kohli એ ટેસ્ટ ક્રિકેટમાં નવી સિદ્ધિ મેળવી, બન્યો ભારતનો છઠ્ઠો ક્રિકેટર

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ  (ICC World Test Championship Final) મેચમાં વિરાટ કોહલીએ (Virat Kohli) વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે. 

કોહલીએ પૂરા કર્યા 7500 રન
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પોતાના ટેસ્ટ કરિયરમાં 7500 રન પૂરા કરી લીધા છે. આ મુકામ હાસિલ કરનાર તે ભારતનો છઠ્ઠો ક્રિકેટર બની ગયો છે. કોહલીએ 92 ટેસ્ટ મેચ અને 154 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. 

સૌથી ઓછી ઈનિંગમાં 7500 રન પૂરા કરનાર ભારતીય ક્રિકેટર
144 ઇનિંગ્સ: સચિન તેંડુલકર
144 ઇનિંગ્સ: વીરેન્દ્ર સહેવાગ
148 ઇનિંગ્સ: રાહુલ દ્રવિડ
154 ઇનિંગ્સ: વિરાટ કોહલી
154 ઇનિંગ્સ: સુનીલ ગાવસ્કર

 હવે સેહવાગનો રેકોર્ડ નિશાના પર
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 7500 રનના આંકડાને પાર કરનાર વિશ્વનો 42મો ખેલાડી બની ગયો છે. પોતાના ટેસ્ટ કરિયરમાં કોહલીએ અત્યાર સુધી 27 સદી અને 25 અડધી સદી ફટકારી છે. વિરાટના નિશાને હવે વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ છે. જેણે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં 8503 રન બનાવ્યા છે. 

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર ભારતીય ક્રિકેટર
15921 રન: સચિન તેંડુલકર
13265 રન: રાહુલ દ્રવિડ
10122 રન: સુનીલ ગાવસ્કર
8781 રન: વીવીએલ લક્ષ્મણ
8503 રન: વીરેન્દ્ર સેહવાગ
7500+ રન: વિરાટ કોહલી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news