HONDA ની બાઈક છે તમારી પાસે? તો ખાસ વાંચો, કંપનીએ આ બાઈક્સ બજારમાંથી પાછી ખેંચી, જાણો કારણ

હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ ફ્યૂલ ઈન્જેક્શન સિસ્ટમમાં ખામીને ઠીક કરવા માટે કેટલાક 84 બાઈકને બજારમાંથી પાછી મંગાવવાની જાહેરાત કરી છે. આ બાઈકનું મેન્યુફેક્ચરિંગ વર્ષ 2020થી 2022 વચ્ચે છે. ખબર મુજબ સુરક્ષા કારણોસર કંપનીએ બિગવિંગ ટોપલાઈન ડીલરો પાસે 3 સપ્ટેમ્બરથી આ ગડબડીને વિના મૂલ્યે ઠીક કરવાની જાહેરાત કરી છે.

HONDA ની બાઈક છે તમારી પાસે? તો ખાસ વાંચો, કંપનીએ આ બાઈક્સ બજારમાંથી પાછી ખેંચી, જાણો કારણ

HMSI bikes recalls: હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ ફ્યૂલ ઈન્જેક્શન સિસ્ટમમાં ખામીને ઠીક કરવા માટે સીઆરએફ 1100 આફ્રિકા ટ્વિન (HONDA CRF1100 Africa Twin), હોન્ડા સીબીઆર 1000 આરઆરઆર ફાયરબ્લેડ (HONDA CBR1000RR-R Fireblade), અને જીએલ 1800 ગોલ્ડ વિંગ ટુર (HONDA GL1800 Gold Wing Tour) ની 84 બાઈકને બજારમાંથી પાછી મંગાવવાની જાહેરાત કરી છે. 

વર્ષ 2020થી 2022 વચ્ચેની બાઈક્સ
આ બાઈકનું મેન્યુફેક્ચરિંગ વર્ષ 2020થી 2022 વચ્ચે છે. પીટીઆઈના સમાચાર મુજબ HMSI એ કહ્યું છે કે પીજીએમ-એફઆઈ યુનિટમાં પ્રોગ્રામ ઠીકથી ન નંખાવવાના કારણે એન્જિનના ચાલુ બંધ થવાની આશંકા છે. જો કે હજુ સુધી આ પ્રકારનો કોઈ મામલો સામે આવ્યો નથી. 

ગડબડીને ફ્રીમાં ઠીક કરવાની જાહેરાત
ખબર મુજબ સુરક્ષા કારણોસર કંપનીએ બિગવિંગ ટોપલાઈન ડીલરો પાસે 3 સપ્ટેમ્બરથી આ ગડબડીને વિના મૂલ્યે ઠીક કરવાની જાહેરાત કરી છે. જો તમે પણ આ બાઈક્સમાંથી  કોઈ પણ બાઈક આ સમયગાળા દરમિયાન ખરીદી છે તો તમે નજીકના ડીલર પાસે જઈને સંપર્ક કરી શકો છો. 

હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) ની અનેક ઈલેક્ટ્રીક વ્હિકલ (EV) મોડલ રજૂ કરવાની યોજના છે. કંપનીએ ઘરેલુ બજારમાં પોતાના નવા મોડલોના કારોબારને આગળ વધારવા સાથે ઓછી કિંમતની મોટરસાઈકલ બજારમાં ઉતારવાની પણ યોજના ઘડી છે. 

શાઈનનું વેચાણ એક કરોડ યુનિટ પાર
HMSI એ હાલમાં પોતાની પોપ્યુલર બાઈક હોન્ડા શાઈન(Honda Shine) ની સેલિબ્રેશન એડિશન લોન્ચ કરી. કંપનીએ તે સ્પેશિયલ બાઈક શાઈનના વેચાણના એક યુનિટ પાર કરવાના વિશેષ અવસરે રજૂ કરી છે. શાઈનના સેબિબ્રેશન એડિશનની એક્સ શો રૂમ કિંમત 78,878 રૂપિયા છે. બાઈકને બે કલર મેટા સ્ટીલ બ્લેક અને મેટા સાંગરિયા રેડ મેટાલિકમાં રજૂ કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news