ગુજરાતમાં કેજરીવાલનો હુંકાર, સુરતની 12 બેઠકમાંથી 7 બેઠકો જીતી લાવીશું

Arvind Kejriwal In Gujarat : વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ એકબાદ એક નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યાં છે. ત્યારે આજે રાજકોટમાં આવેલા અરવિંદ કેજરીવાલે શું કહ્યું જાણો...

ગુજરાતમાં કેજરીવાલનો હુંકાર, સુરતની 12 બેઠકમાંથી 7 બેઠકો જીતી લાવીશું

ગૌરવ દવે/રાજકોટ :આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટના પ્રવાસે છે. ત્યારે તેમણે પત્રકાર પરષિદ કરીને ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યાં. સુરતમાં આપના પદાધિકારી મનોજ સોરઠીયા પર થયેલા હુમલા અંગે કેજરીવાલે કહ્યું કે, સુરતમાં આપના પદાધિકારી મનોજ સોરઠીયા પર જાનલેવા હુમલો કર્યો છે. તેનો વાંક શું હતો. તેઓ ગણેશ પંડાલમાં ઉભા હતા અને હુમલો કર્યો. મીડિયાને પણ ભાજપવાળા દબાવે છે. મુખ્યમંત્રી બદલી રહ્યા છે તેવું લખનારને ગત વર્ષે જેલમાં મોકલી દીધા હતા. આ વર્ષે પણ મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે તેવું લખનાર સામે કેસ કરવામાં આવ્યો છે. આવા પ્રકારના હુમલા બીજેપી ત્યારે જ કરી શકે જ્યારે બીજેપી બેચેન છે, સમજમાં આવી નથી રહ્યું કે શું કરીએ. તેમને હાર દેખાઈ રહી છે. અમે તો ભગતસિંહને અમારા આઈડલ માનીએ.

કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, અમે કોંગ્રેસ નથી અમે હિંમતથી સામનો કરીશું. હવે આ લોકો જનતા પર હુમલા કરાવશે. પણ તમે સંયમ રાખજો. સુરતમાં 12 માંથી 7 સીટ આમ આદમી પાર્ટીની આવશે. આ વખતે ઝાડું નું બટન દબાવજો. હું એક જ મહિનામાં તમામ વચનો પુરા કરીશ.

કેજરીવાલે કહ્યું કે, ભુજમાં ભાજપની સભામાં એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટરોએ લોકોને કહ્યું, હવે બદલાવ જરૂરી છે, કેજરીવાલને મત આપજો. બસ ડ્રાઇવરો અને કન્ડક્ટરને મારી આપીલ છે કે તમે આ દરરોજ સવારીમાં લોકોને કહો, હું તમારા તમામ મુદ્દાઓનો ઉકેલ લાવીશ. મેં સાંભળ્યું છે કે ભાજપે ત્રણથી ચાર મંત્રીઓની કમિટી બનાવી છે. હવે ચૂંટણીના ત્રણ મહિના પહેલા યાદ આવ્યું. અલગ અલગ કર્મચારીઓના મંડળો સાથે બેઠકો કરી પ્રશ્નો હલ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. 
 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 3, 2022

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ એકબાદ એક નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યાં છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય નેતાઓનો રાજ્યમાં ઝંઝાવતી પ્રવાસ જોવા મળ્યો છે. હાલ અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેઓ દ્વારકા બાદ આજે સુરેન્દ્રનગરમાં જશે. 4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. અમિત શાહ છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ધાટન કરશે. તો 5 સપ્ટેમ્બરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે. અમદાવાદમાં રાહુલ ગાંધીનો સંવાદ કાર્યક્રમ યોજાશે. આ બાદ બેક ટુ બેક 10 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવશે. તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news