Business Opportunity: સાવ મામૂલી રોકાણ સાથે શરૂ કરી શકો છો આ 10 ટંકશાળ પાડે તેવા બિઝનેસ, પૈસાનો વરસાદ થશે
Trending Photos
How to earn Money: શું તમે પણ કોઈ નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો...શું તમે સારી કમાણી કરવા માંગો છો? તો પછી કઈ વાતની રાહ જુઓ છો...ફક્ત એક લાખ રૂપિયાનું રોકાણ કરો અને તમારો બિઝનેસ શરૂ કરો. એવા 10 બિઝનેસ અમે તમને જણાવીએ છીએ જે તમે ફક્ત 1 લાખ રૂપિયાના રોકાણ સાથે શરૂ કરી શકો છો.
દૂધનો વેપાર
તમારી પાસે જો ગાય કે ભેંસ હોય તો તમે દૂધનો વેપાર શરૂ કરી શકો છો. જો ન હોય તો તમે એક ગાય 30 હજાર રૂપિયાના ખર્ચે મેળવી શકો છો. જ્યારે ભેંસ 50થી 60 હજાર રૂપિયાના ખર્ચે મળે છે. તમે 2 ગાય કે પછી ભેંસ સાથે તમારો કારોબાર શરૂ કરી શકો છો. જેમાં તમે કંપનીઓ સાથે કરાર પણ કરી શકો છો.
ફૂલવાડીનો વેપાર
તમે ફૂલોનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો. હાલના સમયમાં લગ્નથી લઈને નાના મોટા કાર્યક્રમોમાં ફૂલોની ખુબ ડિમાન્ડ હોય છે. સારા ફૂલોની તો હાલ ખુબ જ માંગણી છે. આ ઉપરાંત તમે ઓનલાઈન પણ ફૂલો વેચી શકો છો. સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાની ખેતી ખુબ ફાયદાકારક છે.
વૃક્ષો વાવીને કમાઓ પૈસા
જો તમારી પાસે જમીન હોય તો તમે તેમા સીસમ, સાગોન (Sagaun) જેવા કિંમતી ઝાડ લગાવી શકો છો. આ ઝાડ તમને 8થી 10 વર્ષ બાદ જબરદસ્ત કમાણી કરાવી આપશે. આજના સમયમાં સીસમના અને સાગોનના લાકડા ખુબ કિંમતી ગણાય છે અને તેના ખુબ પૈસા મળે છે.
મધનો વેપાર
મધમાખી ઉછેરનો ધંધો પણ કરી શકો છો. આ માટે તમારે એક થી દોઢ લાખનો ખર્ચો કરીને ધંધો શરૂ કરવો પડે છે. જો કે આ બિઝનેસ ચલાવવા માટે તમારે ટ્રેનિંગ લેવી પડે છે.
શાકભાજીની ખેતી
તમે શાકભાજીની ખેતી કરીને પણ સારી કમાણી કરી શકો છો. આ માટે તમારે વધુ જગ્યાની પણ જરૂર નહીં પડે. આ પ્રકારની ખેતી માટે સરકાર તરફથી પણ મદદ થઈ રહી છે. આ ખેતીમાં તમે બંપર કમાણી કરી શકો છો.
પોલ્ટ્રીનો બિઝનેસ
પોલ્ટ્રી ફાર્મિંગ એક એવો બિઝનેસ છે જેના માટે તમારે થોડું રોકાણ કરવું પડશે. હાલ સરકાર તરફથી મુદ્રા લોન મળી જાય છે. તેના દ્વારા તમે લોન લઈને વેપાર શરૂ કરી શકો છો.
વાંસની ખેતી
વાંસની ખેતી દ્વારા તમે સારા પૈસા રળી શકો છો. આજના સમયમાં લોકો વાંસના ઉત્પાદનો ખુબ પસંદ કરે છે. આ ઉપરાંત તમે ઓનલાઈન સાઈટ બનાવીને પણ તમારી પ્રોડક્ટ્સ વધુ સારા રેટ્સ પર વેચી શકો છો.
મશરૂમની ખેતી
તમે ઘરના બગીચામાં જ મશરૂમની ખેતી શરૂ કરી શકો છો. થોડા અમથા રોકાણ અને ઓછી મહેનતથી તમે 50 હજાર સુધીની કમાણી કરી શકો છો.
માછલી પાલનનો વેપાર
તમે માછલી પાલનનો વેપાર કરી શકો છો. આ કારોબાર તમને લાખોની કમાણી કરાવી શકે છે.
એલોવીરાની ખેતી
તમે એલોવીરા પણ ઉગાડી શકો છો. તમે ફક્ત 10 હજાર રૂપિયાનો ખર્ચ કરીને 2500 જેટલા છોડ લગાવી શકો છો. આ ઉપરાંત તમે આ છોડવાને વેચી પણ શકો છો. આજકાલ એલોવીરા જેલનો ઉપયોગ લગભગ તમામ ઘરોમાં થતો હોય છે. તમે તેની જેલ કાઢીને પણ કમાણી કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે